સ્વીટ વાનગીમાં બનાવો બિસ્કીટ સેન્ડવિચ!
09, જુલાઈ 2020 1089   |  

જમ્યા બાદ મીઠાઇ પીરસાવાની પરંપરા જૂની છે. હલવો, રબડી, ગુલાબજાંબુ, ખીર જેવી વાનગીઓ સામાન્ય રીતે પીરસવામાં આવે છે. પરંતુ જો તમે કંઈક અલગ ટ્રાય કરવા માગતા હોવ તો એવી કેટલીક મીઠાઈ છે જેને તમે બનાવી શકો છો. તેને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો અને ફટાફટ તૈયાર પણ થઈ જાય છે. તો બનાવો બિસ્કિટ સેન્ડવિચ. તેને બનાવવા માટે વધારે સામગ્રીની પણ જરૂર નહીં પડે.  

સામગ્રી : 

8 બિસ્કીટ અથવા ક્રેકર્સ,આઈસ્ક્રીમ જરૂરિયાત પ્રમાણે,1 વાટકી ચોકલેટ નટ્સ અથવા ચિપ્સ      

બનાવવાની રીતઃ

તમને પસંદ હોય તે કોઈપણ બિસ્કીટ લઈ શકો છો.બિસ્કીટની પાછળવાળા ભાગમાં આઈસ્ક્રીમ લગાવો.ત્યારબાદ તેની ઉપર બીજું બિસ્કિટ મૂકી દો. હવે ચમચીથી ચારેય બાજુ આઈસ્ક્રીમ લગાવવોહવે ચોકસેટ નટ્સ અથવા ચિપ્સ નાખો. તો તૈયાર છે બિસ્કિટ સેન્ડવિચ.તેને 6થી 8 કલાક સુધી ફ્રીઝરમાં રાખો અને પીરસતી વખતે તમે ઈચ્છો તો દરેક બિસ્કીટ પર આઈસ્ક્રીમ લગાવી શકો છો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution