લોકસત્તા ડેસ્ક 

નવરાત્રિને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે આ નવરાત્રિમાં વ્રત ઉપવાસ સમયે કઇ વિશિષ્ટ વાનગી ખાવામાં આવે જે સાત્વિક હોય ચટાકેદાર હોય અને ફરાળી પણ હોય.. ત્યારે ચાલો આ વખતે બનાવીએ ફરાળી હાંડવો.. ફરાળી હાંડવો બનાવવાની રેસિપી નોંધી લો.

ફરાળી હાંડવો બનાવવાની સામગ્રી

 1 બટાકાની છીણ,

1 કપ પલાળેલા સાબુદાણા,

1/2 કપ રાજગરો,

1/2 કપ શિંગોડાનો લોટ,

2 ચમચી સિંગદાણાનો ભૂકો,

1 ચમચી દહીં-ખાંડ,

1 ચમચી આદું-મરચાંની પેસ્ટ,

1/2 ચમચી તજ-લવિંગનો ભૂકો,

લાલ મરચું સ્વાદાનુસાર,

મીઠું સ્વાદાનુસાર

રીત-

-ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી તેમાં પાણી નાખી જાડું ખીરું તૈયાર કરવું.

-હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં જીરું નાખો.

-જીરૂં લાલ થાય એટલે તેમાં એક, ચમચી તલ નાખવા.

-ત્યાર બાદ લીમડો નાખવો. પછી બનાવેલું ખીરામાંથી પુડલા જેવું પાથરવું.

-ધીમો ગેસ રાખવો. ડીશ ઢાંકી દેવી.

-પાંચ મિનીટ રાખવું.

-પછી, પલટાવીને પાંચ મિનીટ રાખવું. પૂડા જેવો હાંડવો થશે.