ગુજરાતીઓને પનીરની વાનગી બહુ લલચાવે ત્યારે તમારે માટે રેસ્ટોરેન્ટ સ્ટાઈલની એકદમ સરળ રેસિપિ તૈયાર છે તો રાહ કોની જુઓ છો. વાંચી લો આ સામગ્રી હોય તો થઈ જાવ તૈયાર અને બનાવો અદ્દલ હોટેલ જેવી પનીર ભુરજી ઘરે. અને આ ટીપ્સ વાંચવાનું ન ભુલતા.

સામગ્રી:

રાઈ એક ચમચી,જીરૂં એક ચમચી,હિંગ પા ચમચી,તજ એકાદો ટુકડો,લવિંગ- ચાર,કાળામરી- સાતથી આઠ,સીંગદાણા- 50 ગ્રામ,બાદિયા- 3થી ચાર,તમાલપત્ર- બે પત્તા,લીલુ મરચુ- બે મરચાં,લસણ- ચારથી પાંચ કળી ફોલેલી,આદુ- કટકો આદુ,ડુંગળી- એક ડુંગણી સમારેલી,કેપ્સીકમ મરચા- એક કેપ્સીકમ સમારેલું,ટામેટા- બે ટામેટા સમારેલા,હળદર- એક ચમચી,લાલમરચું- બે ચમચી,ધાણાજીરૂં- દોઢ ચમચી,નમક સ્વાદનુસાર,લીંબુ એક,200 ગ્રામ પનીર.

ગ્રેવી માટે:

એક કડાઈમાં બે ચમચા તેલ લો. તેમાં રાઈ નાંખો રાઈ તડતડ બોલે પછી, જીરૂં અને હિંગ નાંખો.તેમાં હવે ખડો મસાલો એટલે કે, તજ, લવિંગ, બાદિયા, તમાલ પત્ર ઉમેરો.હવે સિંગદાણા નાંખો.હવે તેમાં લીલુ મરચું, આદુ, લસણ ઉમેરી સાંતળો.તેમાં હવે ડુંગળી ઉમેરી લો ત્યાર બાદ કેપ્સીકમ અને ટામેટા ઉમેરો .તેમાં હળદર, મરચુ, મીઠુ, ધાણાજીરૂં ઉમેરો.આ તમામને સાંતળી લોહવે આ મસાલો ઠંડો થઈ જાય એટલે તેને મિક્ષરમાં ક્રશ કરી તેની ઢીલી લચકા પડતી ગ્રેવી બનાવી લો. .

પનીર ભુરજી માટે:

એક કડાઈમાં બટર અથવા તેલ મૂકો .તેમાં ફરીથી એક ચમચી રાઈ નાંખો..તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો.જો ગ્રેવી ઘટ્ટ હોય તો તેમાં થોડુ પાણી ઉમેરી બે મિનિટ ચઢવા દોહવે તેમાં પનીર છીણીને નાંખી દો બે મિનિટ બાદ ઉતારી લો.તમારી સ્વાદિષ્ટ હોમ મેડ પનીર ભુરજી તૈયાર છે..ઉપર લીંબુ નીચોવી ગરમા ગરમ પીરસો .

ટીપ્સ:

પનીર નાંખ્યા બાદ ગેસને વધુ વાર સુધી ઓન ન રાખોગ્રેવીમાં તેલ છુંટે પછી જ પનીર ઉમેરો.લીંબુને છેક છેલ્લે નાંખવું