મહા ઠગ કિરણ પટેલની પત્ની માલિનીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જંબુસરથી ઝડપી
29, માર્ચ 2023

જંબુસર, તા.૨૮

મહા ઠગ અને કાશ્મીર મા પીએમઓના અધિકારીની ખોટી ઓળખ આપી રોફ ઝાડનાર કિરણ પટેલની પત્નીમાલીની પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જંબુસર નગર સ્થિત એક સોસાયટીમા તેના સબંધીના ઘરેથી ધરપકડ કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

 કાશ્મીરમાં ઁસ્ર્ંના અધિકારીની ખોટી ઓળખ આપી હાઈ સિક્યોરિટી લઈને ફરતા કિરણ પટેલનાં અનેક કારનામાં બહાર આવ્યાં હતાં. ઠગ કિરણ પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાઇ હતી, જેમાં પૂર્વ મંત્રીના ભાઈ નો બંગલો રિનોવેશન કરાવવાનું કહીને બંગલો પચાવવા કોર્ટમાં ખોટો દાવો કરીને નોટિસ મોકલી હતી. એ મામલે પૂર્વમંત્રીના ભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતાં જ માલિની ફરાર થઇ ગઇ હતી.જેની શોધખોળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે આદરી હતી.તે દરમ્યાન આજે ક્રાઇમ બ્રાંચ ની ટીમ ને હકીકત મળેલ કે ધરપકડ થી બચવા માલિની પટેલે જંબુસર લીમજ રોડ ઉપર આવેલ રુદ્ર બંગલોઝ મા રહેતા તેણીના સબંધી ના ઘરે આશરો લીધો છે. જેના પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ની ટીમે રુદ્ર બંગલોઝ મા છાપો મારતા ધરપકડ થી બચવા સબંધી ના ઘરે છેલ્લા ચાર દિવસ થી છુપાયેલ માલિની પટેલ મળી આવતા ક્રાઇમ બ્રાંચ ની ટીમે તેની અટકાયત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર દેશ મા ચકચાર મચાવનાર કિરણ પટેલ ની પત્ની માલિની પટેલની અમદાવાદના ગુના મા જંબુસર ખાતે થી અટકાયત થતા નગર સહિત પંથક મા ચકચાર વ્યાપી ગઈ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution