જામનગર,જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે શહેરમાં આવેલી જર્જરિત ઈમારતોનો સર્વે હાથ ધરી નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરી છે. મનપા દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં શહેરમાં ૧૩૬ જાેખમી ઈમારતો મળી આવી હતી. જેમાં ૩૬ રહીશો દ્વારા પોતાની જાતે જાેખમી ભાગ દૂર કરી દેવામાં આવ્યો છે. બાકી રહેતા ૧૦૦ રહીશોને મનપા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જામનગર શહેરમાં જાહેર માર્ગો પર અનેક જાેખમી ઈમારતો પડવાના વાંકે ઉભેલી છે. જેનો જાેખમી ભાગ તાત્કાલિક દૂર કરવામાં ન આવે તો ચોમાસા દરમિયાન ઈમારત લોકો માટે જાેખમરૂપ બની શકે તેમ છે. મનપા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે ચોમાસા પૂર્વે જ જાેખમી ઈમારતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં કુલ ૧૩૬ મિલ્કતો જાેખમી મળી આવી હતી. જેમાં ૩૬ મિલ્કતધારકોએ પોતાની રીતે જ જાેખમી ભાગ દૂર કરી દીધો છે. બાકી રહેલા ૧૦૦ આસામીઓને મનપા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મહાનગરપાલિકાએ હાથ ધરેલા સર્વેમાં કુલ ૨ ઈમારતો અતિ જાેખમી મળી આવી હતી. જેને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલીશન કરવાનો ર્નિણય કરાયો છે. શહેરમાં અનેક જાેખમી ઈમારતો એવી છે કે, જેમાં મકાન માલિક અને ભાડુઆતનો વિવાદ ચાલી રહ્યો હોય. કેટલીક ઈમારતોમાં કોર્ટ કેસ પણ ચાલી રહ્યા હોય છે. જેથી આવી મિલ્કતને સેફ સ્ટેજ પર લાવવાની કામગીરીમાં વિલંબ થતો હોય છે.