ચોમાસું આવતા ઘણાં પ્રકારની સ્કિન અને હેર રિલેટેડ સમસ્યાઓ વધવા લાગે છે. સાથે જ પેટ સંબંધી સમસ્યાઓ પણ આ સીઝનમાં વધી જતી હોય છે. જેથી આ સીઝનમાં થોડું વધારે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચોમાસા સ્કિન રિલેટેડ ખુજલીની સમસ્યા પણ ઘણાં લોકોને થાય છે. ચોમાસામાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન વધી જવાથી ખંજવાળની સમસ્યા વધી જાય છે. શરીરના અમુક ભાગો પર પુષ્કળ ખંજવાળ આવવા લાગે છે. જેનાથી બચવા માટે આજે અમે તમને એકદમ બેસ્ટ અને કારગર ઘરેલૂ ઉપચાર જણાવીશું, જે ખૂબ જ કામ લાગશે.

બદામનું તેલ:

ખુજલીની સમસ્યા દૂર કરવા માટે રોજ રાતે સૂતી વખતે બદામના તેલથી માલિશ કરી શકો છો. તમે તેમાં ઓલિવ ઓઈલ પણ મિક્સ કરી શકો. તેનાથી બેજાન અને ડ્રાય સ્કિન મુલાયમ બનશે.

પાણી પીવાનું ભૂલવું નહીં:

મોટાભાગના લોકો પાણી પીવાનું ભૂલી જાય છે. જેના કારણે સ્કિન ડિહાઈડ્રેટ થાય છે અને સ્કિનમાં રેશિઝ પણ પડે છે. સ્કિનને હાઈડ્રેટ અને સોફ્ટ રાખવા રોજ 8 ગ્લાસ પાણી પીવું.

નારિયેળ તેલ લગાવો:

ખુજલીની સમસ્યા બહુ વધી જાય તો ફેસ અને બોડી પર નારિયેળ તેલ લગાવો. તમે તેમાં વિટામિન ઈની ટેબ્લેટ અથવા ગ્લિસરીન મિક્સ કરીને પણ લગાવી શકો છો. આનાથી સ્કિન સોફ્ટ બનશે અને ખુજલી નહીં આવે.

પેટ્રોલિયમ જેલી:

સેન્સિટિવ સ્કિન માટે પેટ્રોલિયમ જેલી બેસ્ટ છે. તેમાં હાનિકારક કેમિકલ્સ ન હોવાથી તે નેચરલી સ્કિનને રિપેર અને મોઈશ્ચરાઈઝ કરે છે. તેનાથી સ્કિનમાં ખુજલીની સમસ્યા પણ દૂર થાય છે.