ગાંધીનગર,

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સભાની ચૂંટણીના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને કોરોના થયા બાદ એક પછી એક નેતાઓ કોરન્ટાઇન થઇ રહ્યા છે.

રાજ્યસભાની ચૂંટણી  બાદ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. રાજ્યસભાના ચૂંટણી સમયે ભરતસિંહ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો સિવાય ભરતસિંગ ચૂંટણી દરમિયાન ફરજ પર રહેલા અધિકારીઓના સંપર્કમાં પણ આવ્યા હતા. હવે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ. મુરલી ક્રિષ્ણન, સ્પેશિયલ ઓબ્ઝર્વર રાઘવ ચંદ્રા સહિત અન્ય લોકો હોમ ક્વોરેન્ટીન થયા છે.  

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો રાજ્યસભાની ચૂંટણી બાદ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર બાદ ગઈકાલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં પોતાના નિવાસ્થાને હોમ ક્વોરેન્ટીન થયા હતા. તો આજે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્ણન, દિલ્હીથી આવેલા સ્પેશિયલ ઓબ્ઝર્વર રાઘવ ચંદ્રા પણ દિલ્હીમાં પોતાના ઘરે ક્વોરેન્ટીન થયા છે. જોકે હજુ આ યાદી લાંબી બનવાની શક્યતાઓ સેવાઈ રહી છે.