વાઘોડિયા

વાઘોડિયાના અનેક ગ્રામ્યવિસ્તારમા કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ત્યારે તાલુકા પંચાયતમા ડ્રાઈવર તરીકે ફરજબજાવતા જીગ્નેશભાઈ સોલંકી(૩૮) તથા જરોદના સરપંચ કંચનભાઈ રતનલાલ વસાવા(૫૮) નુ કોરોના સારવાર દરમ્યાન મોત નિપજતા જરોદના વેપારીઓએ શોક પાડી બજારો બંઘ પાડ્યો હતો. હાલ કોરોનાએ સમગ્ર વાઘોડિયા તાલુકામા કેર વર્તાવ્યો છે.ત્યારે યુવાનો કોરોનાનો કોળીયો બની રહ્યા છે. તાલુકાના અનેક ગામ્ય વિસ્તારમા કોરોનાએ પગપેસારો કરી અનેક લોકોને શિકાર બનાવ્યા છે. પરંતુ દુખની વાતએ છેકે લોકો કોરોનાની ગંભીરતા ન સમજી સામાન્ય બિમાર વ્યક્તીની માફક ફરી અનેક લોકોને સંક્રમીત કરી રહ્યા છે.ગામેગામ કોવીડ કેર સેન્ટર બનાવવા છતા સારવારની જગ્યાએ કાગડા ઊડી રહ્યા છે.સરકાર બીજી તરફ ત્રીજી કોરનાની લહેરની તૈયારી કરી રહ્યા છે.પરંતુ જાગૃતતાના અભાવે લોકો જીવતા સ્પ્રેડરો બની ખુલ્લેઆમ ફરી રહ્યા છે.ત્યારે કોરોનાથી અન્ય લોકો સંક્રમીત થઈ જીવ ગુમાવી રહ્યા છે. જરોદ ગ્રામ પંચાયતના સરપંચ કંચનભાઈનુ કોરોના સારવાર દરમ્યાન મોત નિપજતા સમગ્ર ગામલોકોએ શોક પાડી બજારો જડબેસલાક બંઘ રાખ્યા હતા.વાઘોડિયા તાલુકા પંચાયતમા ટીડીઓના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જીગ્નેશભાઈ નામના યુવાનનુ મોત નિપજતા તાલુકા પંચાયત કચેરીમા ફફડાટ વ્યાપી ગયો હતો.કોરોનાને લઈ વાઘોડિયાના બજારો એક સપ્તાહ માટે ચારવાગ્યા પછી બંઘ કરી દેવાનો વેપારીઓએ ર્નિણય લિઘો હતો.