મૌની રોયની 'ઉપ્સ મોમેન્ટ', યુઝર્સે કહ્યું- આવા કપડાં જ કેમ પહેરે છે?
01, સપ્ટેમ્બર 2021

મુંબઈ-

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં મૌની રોય રસ્તા પર દોડતી જાેવા મળી હતી અને કારમાં બેસતા સમયે વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બની હતી. આ આખી ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ છે.મૌની રોય ટી સિરીઝ ઓફિસની બહાર હતી. તેણે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. જાેકે, તે પોતાના હોલ્ટર મેક્સી ડ્રેસમાં સહેજ પણ કમ્ફર્ટેબલ નહોતી. તે વારંવાર પોતનો ડ્રેસ હાથથી ખેંચતી હતી. વાઇરલ વીડિયોમાં જાેવા મળે છે કે મૌની રોય દોડીને કારમાં બેસે છે. આ સમયે તેના કપડાં અસ્તવ્યસ્ત થઈ જાય છે અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બને છે.મૌની રોયનો વીડિયો વાઇરલ થતાં જ તે સો.મીડિયામાં ટ્રોલ થઈ હતી. એક યુઝરે કહ્યું હતું, 'એક તરફ વાળથી છુપાવે છે અને બીજી તરફ હાથથી. આવા કપડાં પહેરે જ કેમ છે, જ્યારે અસહજ ફિલ થતું હોય.' અન્ય એકે કમેન્ટ કરી હતી,'આવા કપડાં જ કેમ પહેરે છે, જેને વારંવાર છુપાવવા પડે.' અન્ય એકે કહ્યું હતું, 'જ્યારે વારંવાર પોતાને ઢાંકવા પડે તો એવા કપડાં જ કેમ પહેરવા? શું આ આપણી સંસ્કૃતિ છે?

મૌની રોયે થોડાં સમય પહેલાં સેન્સેશનલ ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેણે બ્લાઉઝ વગર ગ્રીન સાડી પહેરી હતી. આ ઉપરાંત તેણે સો.મીડિયામાં બિકીની તસવીરો પણ શૅર કરી હતી.૩૫ વર્ષીય મૌની રોયે અક્ષય કુમારની ફિલ્મ 'ગોલ્ડ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ મૌની રોય 'રોમિયો અકબર વોલ્ટર', 'મેડ ઇન ચાઇના'માં જાેવા મળી હતી. હવે તે 'બ્રહ્માસ્ત્ર'માં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર સાથે જાેવા મળશે.એક ઇન્ટરવ્યૂમાં મૌની રોયને પૂછવામાં આવ્યું હતું કે તે પોતાની કરિયર માટે ટીવીને ક્રેડિટ આપશે? જેના જવાબમાં તેણે કહ્યું હતું કે તેને ગર્વ છે કે તે એક ટીવી એક્ટર છે. આજે તે જે પણ છે, તે માત્રને માત્ર ટીવીને કારણે છે. તે હંમેશાં એકતા કપૂરની આભારી રહેશે. બાલાજી ટેલિફિલ્મ્સ તથા એકતાને કારણે તે અહીંયા છે. તેણે નવ વર્ષ સુધી ટીવીમાં કામ કર્યું હતું અને પછી તેને ફિલ્મમાં કામ મળ્યું હતું. મૌની રોય છેલ્લે ડિજિટલ ફિલ્મ 'લંડન કોન્ફિડેન્શિયલ'માં પૂરબ કોહલી સાથે જાેવા મળી હત

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution