'મહેબુબા પરિવારને લઇ પાકિસ્તાન જઇ શકે છે, ટિકિટ અમે આપીશુ' : નિતીન પટેલ
27, ઓક્ટોબર 2020

અમદાવાદ-

ગુજરાતના નાયબ મખ્યમંત્રી નિતિન પટેલે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તી પર આકરા પ્રહાર કર્યા છે. જમ્મુ-કાશ્મિરમાં કલમ-370 નાબૂદ કરવા અંગે મહેબુબા મુફ્તીએ તાજેતરમાં આપેલા નિવેદન નારાજગી વ્યક્ત કરતા નીતિન પટેલે કહ્યુ કે, તેમમે પરિવાર સાથે પાકિસ્તાનના કરાંચીમં જતા રહેવુ જોઇએ. ગુજરાતમાં તાજેતરમાં ચૂટંણી યોજનાર છે તેને અનુલક્ષીને નીતિન પટેલ વડોદરાના કરણજ વિસ્તારમાં પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર-પ્રસાર કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યુ કે, જેમને સીએએ, આર્ટિકલ-370 અને ભારતમાં રહેવુ પસંદ નથી, તેમણે પાકિસાતન જતા રહેવુ જોઇએ. 

નીતિન પટેલે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દેશની સુરક્ષાને લઇને નાગરિકતા સંશોધન કાનુન લાવ્યા અને તેમણે કલમ-370ની જોગવાઇઓ સમાપ્ત કરી દીધી. તેમણે ઉમેર્યુ કે, મહેબુબા પાછલા બે દિવસથી મનફાવે તેવા વિવાદીત નિવેદનો આપી રહી છે. તેમણે વિમાન ટિકિટ ખરીદવી જોઇએ અને પોતાના પરિવારની સથે પાકિસ્તાનના કરાચીમાં રહેવા જતુ રહેવુ જોઇએ. જો તમે ઇચ્છે તો વિમાનની ટિકિટ ખરીદીને અમે તેમને આપી શકીયે છીએ. કરજણના લોકો ફણ તેમને ટિકિટ આપી શકે છે, જેથી તમે પોતાના પરિવાર સાથે પાકિસ્તાન જઇ શકો. 

જેઓ પોતાને અસુરક્ષિત માને છે તેઓ ભારતમાંથી જઇ શકે છે. નાયબ મુખ્યમત્રી નીતિન પટેલે એવુ પણ કહ્યુ કે, જેઓ ભારતમાં ખુશ નથી અથવા પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે તેઓ પણ જેટલુ જલદી બની શકે અહીંથી જઇ શકે છે. જો તેઓ ભારતમાંથી ન જાય તો તેમને જેલભેગા કરી દેવા જોઇએ. તેમણે કહ્યુ કે, મહેબુબા મુફ્તી કે કોઇ પણ જે ભારતમાં અસુરક્ષિત અનુભવે છે, જેમને એવું ન લાગી રહ્યુ હોય કે ભારત માતા તેમની પોતાની છે, તેમણે ભારતમાં બિનજરૂરી રોકાવાની જરૂર છે. તેઓ ભારત છોડીને જઇ શકે છે. તેમને જબરદસ્તી પૂર્વક ભારતમાં રોકવામાં આવશે નહીં. ભારતની પ્રગતિ અને સુરક્ષા અમારી જવાબદારી છે, જેઓ અહીંયા રહેવા નથી ઇચ્છતા તેઓ ભારત છોડી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution