દિલ્હી-

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ચીફ મહેબૂબા મુફ્તી ૨૪ જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સર્વપક્ષીય બેઠકમાં સામેલ થશે નહીં. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી અને પરિસીમનને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે કાશ્મીર મુદ્દે ચર્ચા માટે ૨૪ જૂનના રોજ એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં તમામ પાર્ટીઓને આમંત્રણ અપાયું હતું. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રવક્તી સૈય્યદ સુહૈલ બુખારીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરની તમામ પાર્ટીઓની બેઠક અગાઉ આજે પીડીપીની બેઠક થઈ. પાર્ટીના તમામ સભ્યોએ મળીને ર્નિણય લીધો છે કે મહેબૂબા મુફ્તી પીએમ મોદી સાથે બેઠકમાં સામેલ થશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે બે દિવસની અંદર ગુપકાર ગઠબંધનના નેતાઓની પણ બેઠક થશે. આ બેઠકમાં પણ આ મુદ્દાની ચર્ચા કરવામાં આવશે.