મહેસાણા

આગામી તા.17 મીએ વડાપ્રધાનના જન્મ દિવસ સુધીમાં મહેસાણા જિલ્લાના 250 ગામમાં પ્રથમ ડોઝનું 100% વેક્સિનેશન કરવાનો લક્ષ્‍યાંક અપાયો છે. અત્યાર સુધીની કામગીરીમાં 135 ગામમાં પ્રથમ ડોઝનું 100% વેક્સિનેશન પૂર્ણ થયું છે. મહેસાણા જિલ્લાના 610 ગામ પૈકી 135 ગામમાં વેક્સિનના પ્રથમ ડોઝનું 100% કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. જેમાં સાૈથી વધુ મહેસાણા તાલુકાના 35 તેમજ વિજાપુર તાલુકાના 33 ગામનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વડનગર તાલુકાના 21 ગામ, કડી તાલુકાના 15 ગામ, વિસનગર તાલુકાના 10 ગામ, જોટાણા તાલુકાના 8 ગામ, ઊંઝા તાલુકાના 6 ગામ, બહુચરાજી તાલુકાના 3 ગામ, ખેરાલુ તાલુકાના 3 ગામ અને સતલાસણા તાલુકાના 1 ગામમાં પ્રથમ ડોઝનું 100% વેક્સિનેશન પૂર્ણ થઇ ચૂક્યું છે. બીજી બાજુ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બાકી રહેતાં 115 ગામમાં 100% વેક્સિનેશન પુરૂ કરવા જે ગામમાં પ્રથમ ડોઝનું વેક્સિનેશન વધુ થયુ આય તેવા ગામોમાં ગ્રામ સભા યોજી ગ્રામજનોને વેક્સિનેશન માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં રસીકરણને વેગ આપવા માટે જિલ્લાના સરકારી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.