મહેસાણા-

કોરોના મહામારી વચ્ચે દૂધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચૌધરીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. દૂધસાગર ડેરીના બોનસ પગાર કૌભાંડમાં આરોપી વિપુલ ચૌધરીને કોર્ટ તરફથી તેમણે મોટો ઝટકો મળ્યો છે. વિપુલ ચૌધરીએ અમેરિકા પુત્રની કોલેજના કાર્યક્રમમાં મંજુરી માંગી હતી. જોકે, કોર્ટે વિપુલ ચૌધરીની અરજી ફગાવી દીધી છે.

મહેસાણાની દૂધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચૌધરીની વિદેશ જવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે. વિપુલ ચૌધરીએ પોતાના દીકરાની કોલેજની કોમેન્સમેન્ટ સેરેમનીમાં ભાગ લેવા માટે અમેરિકા જવાની મંજૂરી માટે કોર્ટમાં અરજી કરી હતી. આ સાથે કોર્ટ સમક્ષ પાસપોર્ટની માંગ કરી હોઇ સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટની દલીલને ધ્યાને લઇ અમદાવાદના સીટી સીવીલ સેશન્સ જજ ડી.વી.શાહે વિપુલ ચૌધરીની માંગ ફગાવી દીધી હતી. આ સાથે કોર્ટે પાસપોર્ટ આપવા પર મનાઈ ફરમાવી છે.