સુરત, કૃષિ બિલના વિરોધમાં આજે ભારત બંધના એલાનમાં ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો તથા કોંગ્રેસના કાર્યકરો જાેડતા પોલીસે રાત્રીથી જ આગેવાનોને પકડીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. વહેલી સવારથી જ પોલીસનો મોટો કાફલો ખેડૂત સમાજની ઓફિસે તૈનાત કરી દેવાયો હતો અને કોઈને પણ અંદર જવાની એન્ટ્રી જ બંધ કરી દેવાઈ હતી. તો ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલને સોમવારની રાત્રે જ પકડીને રાંદેર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આ સિવાય શહેર અને જિલ્લામાં જેટલા પણ કોંગ્રેસના અને ખેડૂત સમાજના આગેવાનોને પકડીને લઈ જવાયા હતા.ભાજપના જ આગેવાનોએ બંધને સમર્થન આપ્યું ઓલપાડ તાલુકામાં આવેલ ઓલપાડ, સાયણ અને કિમના શાકભાજી માર્કેટ, બજાર માકેર્ટ તથા બજારની તમામ નાની મોટી દુકાનો રાબેતા મુજબ ચાલુ રહી છે. જયારે ઓલપાડ તાલુકાની સહકાર મંડળમાં બેઠેલા ભાજપ ના અગ્રણી આગેવાનોએ ખેડુત સમાજ તેમજ કોગ્રેસ સાથે રહીને ખેડુતની કોટન મંડળી બંધ રાખીને આંદોલનને સમર્થન આપ્યું હતું. જેમાં ઓલપાડ તાલુકાના પુર્વ ધારાસભ્ય, ગુજરાત ભા.જ.પા પ્રદેશ કિશાન મોરચાના ઉપાધ્યક્ષ તેમજ અસનાડ કોટન મંડળી ઓલપાડના પ્રમુખ શ્રી કિરીટભાઇ જી.પટેલે કોટન મંડળી બંધ રાખી બંધના આંદોલનને સમર્થન આપ્યું છે. ઓલપાડ તાલુકા ભાજપાના મહામંત્રી અને ઓલપાડ કોટન મંડળી ઓલપાડનાં પ્રમુખ શ્રી મનહરભાઇ પટેલે કોટન મંડળી બંધ રાખી બંધના આંદોલનને સમર્થન આપ્યું છે.માજી.ધારાસભ્ય તથા બરબોધન સહકારી મંડળીના પ્રમુખ શ્રી ધનસુખભાઈ નાથુભાઇ પટેલે બરબોધન ખેડુત સહકારી મંડળી બંધ રાખી બંધના આંદોલનને સમર્થન આપ્યું છે.હસુમુલમાં ડીરેકટર બનેલા જયેશભાઇ પટેલ (દેલાડ) પણ બંધ રાખી બંધના આંદોલનને સમર્થન આપ્યું છે.