13, ડિસેમ્બર 2021
અમદાવાદ, વિશ્વપ્રસિધ્ધ ઉંઝામાં રાજકિય આધિપત્ય જમાવનારા અને કાર્યકરો તેમજ વંચિત અને દરેકની ચિંતા કરીને પોતાની લડાયક અને સંઘર્ષ માટે જાણીતા એવા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલે અમદાવાદમાં આજે અંતિમ શ્વાસ લીધા. ડેન્ગ્યુનો ડંખ તેમને ભરખી ગયો. અમદાવાદની આધુનિક એવી ઝાયડસ હોસ્પિટલમાં આશાબેન પટેલનું ૪૪ વર્ષની યુવાન વયે અવસાન થયું. છેલ્લા ત્રણ દિવસથી તેઓ હોસ્પિટલમાં સઘન સારવાર લઇ રહ્યાં હતા પરંતુ તેમના તમામ અવયવોએ કામ કરવાનું બંધ કરી દેતાં ડોક્ટરોએ તેમને બચાવવા માટે કરેલા અથાગ પ્રયાસો નિરર્થક સાબિત થયા હતાં. આજે સવારે આશાબેનનું નિધન થયું હતું. ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલની ડેન્ગ્યુ થયા બાદ આજે ૪૪ ની વયે અવસાન થઈ ગયું છે. ૧૧ ડિસેમ્બરના રોજ ઝાયડસના ડાયરેક્ટર ડૉ.વી.એન.શાહે નિવેદન આપ્યું હતું કે આશા પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયાં છે. આવા સંજાેગોમાં સાજા થવાની તકો બહુ ઓછી છે. આશાબેનનું અવસાન થયું ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઝાયડસમાં જ હાજર હતાં. આશાબેનના પાર્થિવદેહને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાંથી ઊંઝા લઈ જવાયો છે. સ્વજન તેમના પાર્થિવ દેહને લઈને ઊંઝા રવાના થયા છે. લગભગ ૩.૩૦ વાગ્યે ઊંઝા ખાતે આશાબેનના ઘરે તેમનો પાર્થિવ દેહ પહોંચ્યો હતો. જ્યાં તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યાર બાદ સોમવારના રોજ સિદ્ધપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે કેમેસ્ટ્રીમાં પીએચડી કર્યુ હતું અને છઠ્ઠી જાન્યુઆરી ૧૯૫૪ના રોજ જન્મેલા આશા પટેલ આજીવન અપરિણીત રહ્યાં હતા. ઉત્તર ગુજરાતના પાટણની હેમચંદ્રાચાર્ય યૂનિવસિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતક અને ડો.આશા પટેલ ખેતી સાથે વણાયેલા હતા. વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડૉ.આશાબેન પટેલ ચૂંટાયાં હતાં, જાેકે ૨૦૧૯માં તેમણે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જાેડાઇ ગયાં હતાં, જેને કારણે ખાલી પડેલી આ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી.
આશાબેનના પાર્થિવ દેહની નગરયાત્રા નિકળશે
ધારાસભ્ય આશાબેન પટેલ નો પાર્થિવ દેહ ઊંઝા લઇ જવાયો
સાંજે તેમની સોસાયટી સ્વપ્ન બંગલોઝમાં અંતિમ દર્શન માટે લઇ જવાયો
દર્શન માટે ઊંઝા માર્કેટયાર્ડમાં પાર્થિવ દેહને રાખવામાં આવ્યો
રાત્રી દરમ્યાન પાર્થિવ દેહ ઊંઝા માર્કેટયાર્ડમાં રખાયો
સવારે પાર્થિવ દેહ ની નગરયાત્રા નીકળશે
ત્યારબાદ વતન વિશોળ ગામે પાર્થિવ દેહ લઈ જવાશે
વતન થી સિદ્ધપુર મુક્તિધામ અંતિમ વિધિ માટે લઈ જવાશે
રાજ્યપાલે શોક વ્યક્ત કર્યો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબહેન પટેલના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. રાજ્યપાલે તેમના શોક સંદેશમાં જણાવ્યું છે કે, ડો.આશાબહેન પટેલ જાગૃત જનપ્રતિનિધિ તરીકે ઓળખ ધરાવતા હતા. એક કર્મશીલ જનપ્રતિનિધિ તરીકે તેઓ હંમેશાં યાદ રહેશે.
લોકોના પ્રશ્નોને હંમેશા વાચી આપીને તેનો ઉકેલ લાવતાંઃ ભૂપેન્દ્ર પટેલ ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી છે. મુખ્યમંત્રીએ સ્વ.આશા બહેન ના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી છે.
સીઆર પાટીલે ટિ્વટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ટ્વીટ કરી આશાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ઉત્તર ગુજરાતના એક ઉત્તમ અને કર્મઠ મહિલા અગ્રણી ગુમાવ્યાં છે તે શોકજનક છે. તેમના આત્માને પ્રભુ ચિર શાંતી અર્પે
કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ દુઃખ વ્યક્ત કર્યું કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ આશાબેનને અદના કાર્યકર ગણાવ્યા હતા. અને લોકોનું દુઃખ અને દર્દ સમજનારા સંવેદનશીલ નેતા ગણાવ્યા હતા. તેમના નિધન પર મનિષ દોશીએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ કોંગ્રેસના ટોચના નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
ઊંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી નહીં યોજાય ગુજરાત વિધાનસભા અગાઉથી જ ખંડિત છે, દ્વારકા બેઠક ખાલી પીડ છે , ત્યાં આશાબેનના અવસાનને કારણે ઊંઝા વિધાનસભા બેઠક પણ ખાલી પડી છે. ૧૪મી વિધાનસભાની મુદ્દતને આડે હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય હોવાથી પેટાચૂંટણી આવશે નહીં.