મોદી સરકારે OBC સમુદાયને આપી મોટી ભેટ: મહારાષ્ટ્રમાં મરાઠા સમૂદાય, ગુજરાતમાં પટેલ સમુદાયને અનામત મળશે
09, ઓગ્સ્ટ 2021

દિલ્હી-

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારે લોકસભામાં ઓબીસી સમૂદાયને અનામત આપતું બીલ રજૂ કર્યું હતું જે સર્વસંમતિથી પસાર થઈ ગયું હતું. વિપક્ષોએ પણ આ બીલને પૂરતો ટેકો આપતા સરકારનું કામ સરળ બન્યું હતું. આ બીલ પસાર થયુ હોવાથી હવેથી મહારાષ્ટ્રમાં મરાઠા સમૂદાય, ગુજરાતમાં પટેલ સમૂદાય, હરિયાણામાં જાટ સમૂદાય તથા કર્ણાટકના લિંગાયત સમૂદાયના ઓબીસી વર્ગમાં સામેલ થવાની શક્યતા ઉજળી બની છે. આ બીલ દેશના તમામ રાજ્ય સરકારોને ઓબીસી લિસ્ટ તૈયાર કરવાનો અધિકાર આપશે. આ બિલ પસાર થવાથી હવે રાજ્ય સરકારને અધિકાર રહેશે કે રાજ્ય તેના અનુસાર જાતિઓને સૂચિત કરી શકે. સંસદમાં બંધારણના આર્ટિકલ 342-A અને 366 (26) C ના સુધારાને મંજૂરી મળ્યા બાદ રાજ્યોને આ અધિકાર મળ્યો છે. આ અધિકારનો ઉપયોગ કરીને, મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય, હરિયાણામાં જાટ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસી શ્રેણીમાં સમાવવાની તક મળી શકે છે. તે જાણીતું છે કે આ તમામ જાતિઓ લાંબા સમયથી અનામતની માંગણી કરી રહી છે, જો કે, સુપ્રીમ કોર્ટ તેમની માંગણીઓ પર સ્ટે મૂકી રહી છે. આ બિલ પસાર થયા બાદ હવે આ જાતિઓની માંગણીઓ પૂરી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ વર્ષે મે મહિનામાં કેન્દ્ર સરકારને જ ઓબીસીનું લિસ્ટ બનાવવાનો અધિકાર આપ્યો હતો. જો કે કેન્દ્ર સરકારે તેનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયને સરકારના સંવિધાન સંશોધનની મદદથી બદલવામાં આવી રહ્યો છે. સંસદથી સંવિધાનના અનુચ્છેદ 342-એ અને 366 (26)- સીના સંશોધન પર મહોર લગાવ્યા બાદ રાજ્યોની પાસે ફરીથી ઓબીસી લિસ્ટમાં જાતિને અધિસૂચિત કરવાનો અધિકાર રહેશે. સુપ્રીમ કોર્ટે ગયા મહિને કેન્દ્રની અરજીને નકારી હતી. તેમાં સરકારે કોર્ટને ફરીથી વિચાર કરવા પણ અનુરોધ કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution