ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પક્ષના નેતાઓ સાથે બેઠક કરીને તેમનો ક્લાસ લીધો હતો. બાદમાં પક્ષના નેતાઓ સાથે ભોજન પણ ગ્રહણ કર્યું હતું.ઉત્તરપ્રદેશ પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીઓના ગઇકાલે પરિણામ આવ્યા હતા. જેમાં પંજાબ સિવાય ચાર રાજ્યોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. ચાર રાજ્યોમાં ભાજપને બહુમતી મળ્યા બાદ આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. જેના અંતર્ગત એરપોર્ટથી રોડ-શો યોજીને ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. કમલમ ખાતે ગુજરાત ભાજપના તમામ હોદ્દેદારો, ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે એક મહત્વ પૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક અંદાજે પોણો કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના તમામ હોદ્દેદારો, ધારાસભ્યો અને સાંસદોનો ક્લાસ લીધો હતો. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ઉપસ્થિત હોદ્દેદારો, ધારાસભ્યો અને સાંસદોને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠક પૂર્ણ થયા બાદપક્ષના હોદ્દેદારો, ધારાસભ્યો અને સાંસદો સાથે ભોજન સમારંભનું આયોજન કરાયું હતું.આ ભોજન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત તમામ ધારાસભ્યો, સાંસદસભ્યોએ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોજન લીધું હતું. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેના ભોજન સમારંભમાં ટોમેટો સૂપ, અંજીર બદામ હલવો, રતાળુંના ભજીયા, લીલવાના ઘૂઘરા, ઊંધિયું, પુરી, ગ્રીન સબ્જી, રોટલી, દાળ, ભાત, છાશ, અથાણું, મરચાં રાખવામાં આવ્યા હતા.

પંચાયત મહાસંમેલનમાં પીવાના પાણીની અવ્યવસ્થાથી લોકો પરેશાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા ગુજરાત પંચાયત મહાસંમેલનમાં પીવાના પાણીની અવ્યવસ્થાના કારણે લોકો ભારે પરેશાન થયા હતા. એટલું ન નહીં કાર્યક્રમ સ્થળ છોડીને બહાર નીકળી ગયા હતા.જાે કે આ પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ સહિતના નાગરિકો માટે પીવાના પાણી પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે લોકો પરેશાન થયા હતા. પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે સંમેલનમાં ભાગ લેવા આવેલા રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા જનપ્રતિનિધિઓ ભારે પરેશાન થયા હતા.

પંચાયત મહાસંમેલનમાં પીવાના પાણીની અવ્યવસ્થાથી લોકો પરેશાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા ગુજરાત પંચાયત મહાસંમેલનમાં પીવાના પાણીની અવ્યવસ્થાના કારણે લોકો ભારે પરેશાન થયા હતા. એટલું ન નહીં કાર્યક્રમ સ્થળ છોડીને બહાર નીકળી ગયા હતા.જાે કે આ પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ સહિતના નાગરિકો માટે પીવાના પાણી પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે લોકો પરેશાન થયા હતા. પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે સંમેલનમાં ભાગ લેવા આવેલા રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા જનપ્રતિનિધિઓ ભારે પરેશાન થયા હતા.

વડાપ્રધાન મોદીના રોડ શોમાં લોકોને ભેગા કરવા પોલીસ, કોર્પોરેટર્સને ટાર્ગેટ અપાયા

ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભવ્ય જીતની ઉજવણી કરવાના ભાગરૂપે નરેન્દ્ર મોદીને આવકારવા માટે ભવ્ય રોડ શો યોજાયો. જેમાં ચાર લાખ જેટલી મેદનીને આવકારવા માટેનું કહેવામાં આવ્યું હતું. પરંતુ, ૧૦ કિલોમીટર સુધીના રોડ શોમાં ભાજપના કાર્યકરો પુરતી સંખ્યામાં આવી નહી શકે તેવી શક્યતાને જાેતા પાંચ દિવસ પહેલાંથી જ સ્થાનિક પોલીસ અને કોર્પોરેટર્સને જવાબદારી આપવામાં આવી હતી.

મોદી અને ભાગવત એક કાર્યક્રમમાં સામેલ થશે કે નહીં તેની ચર્ચા

અમદાવાદ, ગુજરાતમાં બે અલગ અલગ સંસ્થાના દિગ્ગજાે અમદાવાદમાં છે. એક છે રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત અને બીજા ભાજપના સર્વે સર્વા નરેન્દ્ર મોદી. . હવે આ બંને એક સાથે એક કાર્યક્રમમાં સામેલ થશે કે નહીં તે ચર્ચાએ જાેર પકડ્યું છે. ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ વડાપ્રધાન મોદી જીતનો જશ્ન મનાવવા અમદાવાદમાં રોડ શો કરી રહ્યાં છે.બીજી બાજુ અમદાવાદમાં ઇજીજીની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકનો પ્રારંભ થયો છે. ઇજીજીના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઇ રહી છે. ગુજરાતમાં આાગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે વડાપ્રધાન સાંસદો, ધારાસભ્યો અને ભાજપના નેતાઓ સાથે બેઠક યોજશે અને ચૂંટણીમાં જીત મેળવવા માટેનું માર્ગદર્શન આપશે. એક બાજુ અમદાવાદમાં સંઘનું મંથન ચાલી રહ્યું છે. બીજી બાજુ વડાપ્રધાન ભાજપના નેતાઓ અને કાર્યકરોને ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવવા માર્ગદર્શન આપી રહ્યાં છે.આ બેઠકમાં હાલ દેશભરમાં ૫૫ હાજર સ્થાનો ઉપર સંઘની પ્રવૃત્તિ ચાલી રહી છે. જે અવનાર બે વર્ષમાં ૧ લાખ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ સિવાય કેવા પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો સાથે લોકો વચ્ચે થઈ શકાય તે અંગે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. સમગ્ર ભારત દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં નાના લઘુ ઉદ્યોગોને કેવી રીતે વેગવંતુ બનાવવા માટેના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. સંઘના સ્વયંસેવકો આવનાર દિવસોમાં ગ્રામ્ય સ્તરે નાના નાના ઉદ્યોગોને મુખ્ય પ્રવાહમાં જાેડવા માટે પણ કામ કરશે.