મોરબી: મારામારીનો બનાવ હત્યામાં પલટાયો, એક આરોપીની ધરપકડ
21, નવેમ્બર 2020

મોરબી-

મોરબીના કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરામાં મેમરીકાર્ડ વેચાતું લઇ લેવાનું કહેતા ચાર શખ્શોએ હિચકારો હુમલો કરી દેતા આધેડને ગંભીર ઈજા થતા મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન આધેડનું મોત થયું હતું જે બનાવ હત્યામાં પલટાયો હોય જેથી પોલીસે હત્યાની કલમ ઉમેરી તપાસ ચલાવી હતી જેમાં મુખ્ય આરોપીને દબોચી લેવાયો છે જયારે અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે .

મોરબીના કુબેરટોકીઝ પાછળ મફતિયાપરાના રહેવાસી શારદાબેન ગોગનભાઈ વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રસિક દેવસી ચારોલીયાએ તેના પતિ ગોગનભાઈને મેમરીકાર્ડ વેચાતું લઇ લેવાનું કહેલ અને ગોગનભાઈએ ના પડેલ જેનો ખાર રાખી આરોપી રસિક દેવશી ચારોલીયા, હરેશ ઉર્ફે ઉગો દેવસી ચારોલીયા, મુકેશ રસિક અને સુરેશ કિશોર રહે બધા શનાળા બાયપાસ મોરબી વાળાએ છકડો રીક્ષામાં ઘર પાસે આવી મારી નાખવાના ઈરાદે હુમલો કરી લોખંડ પાઈપ અને એન્ગલથી માર મારી ઈજા કરી હતી અને આધેડને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બે દિવસ પૂર્વે આધેડનું મોત થયું હતું 

જેથી બનાવ હત્યામાં પલટાયો હોય જેથી પોલીસે હત્યાની કલમ ઉમેરી બનાવની વધુ તપાસ બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયા ચલાવી રહ્યા હતા જેના માર્ગદર્શન હેઠળની ટીમે આરોપી રસિક દેવસી ચારોલીયાને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપી ફરાર હોય જેને ઝડપી લેવા તપાસ ચલાવી છે મૃતક ગોગનભાઈ સંબંધમાં આરોપી રસિક ચારોલીયાના બનેવી થતા હોવાની માહિતી પણ પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છે અને નજીવી બાબતે થયેલી બઘડાટીમાં મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે ત્યારે ફરાર આરોપીને ઝડપી લેવા પણ પોલીસે તપાસ ચલાવી છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution