મોરબી-

ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી શહેર હવે ક્રાઈમ નગરી બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, ચોરી, લૂંટ જેવા બનાવો હવે સામાન્ય બની ગયા છે. તો સ્ત્રી અત્યાચારના કેસ પણ વધી રહ્યા છે. જેમાં તાજેતરમાં એક 5 વર્ષની બાળકી સાથે પાડોશમાં રહેતા ઇસમે હેવાનિયત આચરી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદને પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને બાળકી સાથે હેવાનિયત આચરનારા ઈસમને દબોચી લેવાયો હતો. મોરબીમાં દુષ્કર્મ ઘટના બની હતી. પાડોશમાં રહેતા ઇસમે હેવાનિયત આચરી 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જેની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસ દ્વારા તે ઇસમની ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની 5 વર્ષની બાળકીને પાડોશમાં રહેતા રવિ પરમસુખભાઈ બધેલા નામના ઇસમે શિકાર બનાવી હતી. બાળકી ઘર પાસે રમતી હતી. તે દરમિયાન મંદિરે પ્રસાદ લેવા ગઈ હતી. તે સમયે અંધકાર અને એકલતાનો લાભ લઈને પાડોશમાં રહેતા રવિ પરમસુખ બધેલા નામના ઇસમે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે સમયે બાળકીની માતા શોધવા નીકળી હતી અને આરોપીને જોઈ જતા આરોપી નાસી ગયો હતો. જયારે ઈજાગ્રસ્ત હાલતમાં માસૂમને શહેરની સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી. ભોગ બનનારાની પિતાની ફરિયાદને આધારે આરોપી સામે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં નરાધમ ઈસમને ઝડપી લેવાયો હતો. આરોપીનો કોવિડ ટેસ્ટ કર્યા બાદ આરોપીની ધોરણસર કર્યવાહી કરી અટકાયત કરવામાં આવી છે. તેમજ ભોગ બનનારી બાળકીની તબિયત પણ હાલ સ્થિર હોવાનું જાણવા મળેલ છે.