મોરબી-

મોરબીમાં પેટા ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો સભા ગજાવવાની શરૂઆત કરી હતી. આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સભા ગજવી હતી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું. જેમાં તેને કોંગ્રેસ ડૂબી રહી છે. જે ડૂબે છે તે હવે પ્રજાને શુ તારસે તેવા સવાલ કર્યા હતા. ઉપરાંત કોરોના સામે લડતી વ્યવસ્થા સામે વિપક્ષ સવાલ ઉઠાવી રહી છે. કોંગ્રેસ કોરોના સામે લડવાને બદલે ભારતની મનસા સામે જંગ છેડી ખોખલો વીરોધ કરે છે.

કેન્દ્ર સરકારે 20 લાખ કરોડનો પેકેજ જાહેર કર્યો હતો. ભારતને વિકાસ માટે છે તે કોંગ્રેસ વીરોધ કરે છે. કોંગ્રેસ દ્વારા આજ સુધી ક્યારેય ગુજરાતના વિકાસની વ્યવસ્થાની ચર્ચા કરી નથી. જનસેવાના આ મેળામાં કોંગ્રેસનો એક પણ વ્યકિત જોવા મળી નથી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જ્યારે પક્ષની જરૂર હતી. ત્યારે રજા પર ઉતરી જાય છે. દેશના સંસદમાં પણ ગેરહાજર રહ્યા. પ્રધાનમંત્રી એ પદ સાંભળ્યું ત્યારે મહિલાને આત્મ સન્માન આપવા ટોયલેટ બનાવવા અભિયાન છેડયા કોંગ્રેસ 70 વર્ષ સુધી ટોયલેટ ન બનાવી શકી તે મહિલાનું ભાગ્ય શુ ચમકાવી છે. 

8 કરોડ મહિલાઓને ઉજ્જવલા યોજના થકી નિઃશુલ્ક ગેસ આપ્યો કોંગ્રેસ જે ગરીબ મહિલાઓને ફ્રી ગેસ ન આપી શકે અને દેશની 8 કરોડ મહિલાઓને ઉજ્જવલા યોજના થકી નિઃશુલ્ક ગેસ આપ્યો,જે કોંગ્રેસ સરકાર 70 વર્ષમાં લોકોના ખાતાંના ખોલાવી શકી તે લોકોના કિસ્મતની ચાવી શુ ખોલી શકશે 3 તારીખ મતદાન આપી હાથ મજબૂત કરવા ખેડૂતના વિકાસ લક્ષી કાયદો સંસદમાં લાવ્યા ત્યારે ખુદ અમેઠીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના ગેર હાજર રહ્યા કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પક્ષના ગદાર વિરુદ્ધ ની જંગ ગણાવી રહી છે. સ્મૃતિ ઇરાનીએ બાલાકોટ,જમ્મુ કાશ્મીરની કલમ 370 સહિતના મુદે કોંગ્રેસને ગદાર ગણાવી પ્રહાર કર્યા હતા. મોરબી ખાતે યોજાયેલ સ્મૃતિ ઈરાનીના કાર્યક્રમ માં ભાજપના કાર્યકરોના ખિસ્સા કપાયા હતા.