ગાંધીનગર-

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 10 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ભરતી નહીં થવાને કારણે અનેક શાળાઓ માત્ર એક બે શિક્ષકોના સહારે ચાલી રહી છે. બીજી તરફ રાજ્યમાં T.E.T પાસ કરીને બેઠેલા 47 હજારથી વધુ ઉમેદવારો ભરતીની રાહ જોઈને બેકાર બેસી રહ્યાં છે. રોજગારી અને ભરતીના અભાવે આવા ઉમેદવારોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. તે છતાંય રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી. આવા આક્ષેપ સાથે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે.

રાજ્યમાં 47 હજાર ઉમેદવારો ભરતી નહીં થવાને કારણે બેકાર બન્યાં, જે ચિંતાજનક બાબત છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ વિદ્યાસહાયકોની ભરતીને લઈને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. મોઢવાડિયાએ પત્રમા જણાવ્યું છે કે રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી પડી છે. બીજી બાજુ T.E.Tની પરીક્ષા પાસ કરીને બેઠેલા 47 હજાર ઉમેદવારો ભરતી નહીં થવાને કારણે બેકાર બન્યાં છે. જેના લીધે તેઓ ધીરે ધીરે ડિપ્રેશન તરફ ધકેલાઈ રહ્યાં છે. છતાં પણ સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. આ બાબત ઘણી દુઃખદ છે. મોઢવાડિયાએ શિક્ષણમંત્રીને લખેલા પત્રમાં વિદ્યાસહાયકોની ભરતી કરવાની માંગ કરી છે. તે ઉપરાંત T.E.T પ્રમાણપત્રની વેલિડીટી આજીવન કરવા કરવાની રજૂઆત પણ કરી છે.