અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓમાં ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસમાં પક્ષ બદલવાના સમાચાર હવે સામાન્ય રીતે કોમન થઈ ગયા છે. ત્યારે ભાજપ આઇટી સેલમાં 200થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી સહિત વિસ્તારમાંથી કાર્યકર્તાઓ કેસરીઓ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. 

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતુ કે, ભાજપના કાર્યકર્તા અને આઇટી સેલના યુવાનોને હવે ધીમે ધીમે ભાજપનો મોહ ભંગ થઇ રહ્યો છે. સાયબર આર્મી તરીકે ભાજપ માટે કામ કર્યું પરંતુ લાંબા અનુભવ બાદ ખ્યાલ આવી ગયો કે, ભાજપે અત્યાર સુધી કાર્યકર્તાઓ સાથે વિશ્વાસ ઘાત કર્યો છે. નહેરુ, ગાંધી અને સરદારનો ઇતિહાસ પાર્ટીઓએ રહેલ છે. કોંગ્રેસ અંગ્રેજો સામે લડી દેશને આઝાદી અપાવા પાર્ટીની સ્થાપના થઇ હતી. યુવાનોને તાકાત આપવાનું કામ કોંગ્રેસ પક્ષે કર્યું છે. પંચાયતથી લઇ નગરપાલિકા સુધી જે યુવાનો અને મહિલાઓને પ્રતિનિધિત્વનું યોગદાન કોંગ્રેસનુ છે. કોંગ્રેસ પક્ષ તમામ યુવાનોનું સ્વાગત કરે છે. કોંગ્રેસ તમારી શક્તિ ઉજાગર કરશે. તેવું પણ આશ્વાસન આપ્યું હતું. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નેતૃત્વ જ ડામાડોળ છે અને પોતાના જ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ અમિત ચાવડાને હટાવવા માટે લોબિંગ શરૂ કરી દીધું છે.