અમદાવાદ-

કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી કરવા અપાયેલી છૂટ સામે નારાજ થયેલા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ કરાયો છે અને આજે એક દિવસની હડતાલ ઉપર ઉતર્યા છે. આ હડતાલમાં ગુજરાતના 30,000થી વધુ ડોક્ટરો જોડાવાનો અંદાજ છે જોકે, ઈમરજન્સી અને કોવિડ ના દર્દીઓ માટે હડતાળ હોવાછતાં પણ ફરજ બજાવશે.

આ હડતાલ વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી રહેશે. જો કે હડતાલ દરમિયાન કોઈ પ્રકારના દેખાવો કરવામાં નહિ આવે. આજે શુક્રવારે તમામ પ્રકારની બિન- કોવિડ સેવાઓ જેવી કે ઓપીડી, પ્લાન્ડ સર્જરી, ઓપરેશન વગેરે બંધ રહેશે. ઇમરજન્સી, લેબર, પેથોલોજી અને કોવિડની સારવાર વગેરે ચાલુ રહેશે. કોરોનાના દર્દીઓને સારવાર મળી રહેશે. બાકી તમામ સેવાઓ બંધ રાખવામાં આવનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.