અમદાવાદ-

ઢોલિવૂડના સુપરસ્ટાર નરેશ કનોડિયાએ આ ફાની દુનિયાને અલવિદા કહી દુધુ છે. તેમનું નિધન કોરાનાથી થયું છે. તેઓ કોરોના પોઝિટીવ આવ્યા બાદ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આપને જણાવી દઈએ કે, નરેશ કનોડિયાના મૃતદેહના અંતિમ સંસ્કારની વ્યવસ્થા ગાંધીનગર ખાતે કરવામાં આવશે. નરેશ કનોડિયાના પાર્થિવ દેહને ગાંધીનગર સેકટર 30 ના સ્મશાન ગૃહ ખાતે લઇ જવાશે અને અંતીમ સંસ્કાર થશે. સાથે સાથે ગાઈડલાઈન મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નરેશ કનોડિયાની હોસ્પિટલમાંથી તેમનો નશ્વરદેહને સ્મશાનગૃહ લઈ જવાશે. તેમના પરિવારના 2 સભ્યોને PPE કીટ પહેરાવી તેમની પાસે અંતિમ દર્શન માટે જવા દેવાશે. બંને ભાઈઓના અવસાનથી કનોડા ગામમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. 

આપને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા 25 તારીખે ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ, સુપરસ્ટાર નરેશ કનોડિયાના મોટાભાઈ મહેશ કનોડિયાનું નિધન થયુ હતું. મહેશ કનોડિયા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. મહેશ કનોડિયાનું ગાંધીનગરમાં નિધન થયુ હતું. 

મહેશ-નરેશની જોડીએ દેશ વિદેશમાં અનેક મ્યુઝિકલ કાર્યક્રમો આપ્યા હતા. મહેશ કનોડિયા પુરુષ અને સ્ત્રી એમ બંનેના અવાજમાં ગીતો ગાઈ શકતા હતા. જો કે બે દિવસ બાદ આજે કોરોનાની સારવાર લઇ રહેલા અભિનેતા નરેળ કનોડિયાના નિધન થતાં પરિવાર સહિત સમગ્ર ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે.