વડોદરા,તા.૨૪

મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાં બી.ઇ. અને એમ.ઇ નાં સેકન્ડ સેમેસ્ટરનું પરિણાંમ જાહેર થવામાં વિલંબ થતા વિધાર્થીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. વિધાર્થી સંગઠન વિધાર્થી વિકાસ સંધે ટેકનોલોજી ફેકલ્ટીનાં પરિસરમાં દેખાવો કર્યા હતા. અને યુનિ.સત્તાધીશો વિરૂઘ્ઘ સુત્રોચ્ચાર પોકાર્યા હતા. વિધાર્થીઓએ જણાવ્યુ હતુ કે પરીક્ષા નાં ૧૧૦થી વધુ દિવસો વીતી ગયા પછી પણ ટેકનોલોજી નાં સત્તાધીશો બી.ઇ, સેકન્ડ સેમેસ્ટર અને એમ.ઇ, સેકન્ડ સેમસ્ટર જાહેર કરવામાં આવ્યુ નથી. પરિણાંમમાં થઇ રહેલ વિલંબનાં કારણે વિધાર્થીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણાંમ નાં વિલંબનાં કારણે વિધાર્થીઓને સ્કોલરશીપ અંગેની કાર્યવાહી અટકી પડેલ છે. લાયબ્રેરીનાં કાર્ડ ઇસ્યુ કરવામાં આવતા નથી. અને લાયબ્રેરીનાં કાર્ડ વિના તેમને પુસ્તકો ઇસ્યુ ન થતા વિધાર્થીઓ પુસ્તકો વિના અભ્યાસ કરી શકતા નથી. આગામી સમયમાં પરીક્ષાઓ આવી રહી છે. ત્યારે વિધાર્થીઓ લાયબ્રેરીનો ઉપયોગ પણ કરી શકતા નથી. વિધાર્થી વિકાસ સંધે ટેકનોલોજી ફેકલ્ટીનાં ડીનને આવેદનપત્ર પાઠવી આગામી ૪૮ કલાકમાં પરિણાંમ જાહેર કરવાની માંગ કરી છે.

જાે આગામી ૪૮ કલાકમાં પરીણાંમ જાહેર કરવામાં આવશે નહી તો વિધાર્થીઓ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. જાેકે યુનિ. સત્તાધીશોનું કહેવુ છે ટેકનિકલ કારણોસર પરીણાંમ જાહેર કરવામાં વિલંબ થયો છે. ડીને વિધાર્થીઓને ખાત્રી આપી હતી કે વહેલી તકે બી.ઇ. અને એમ.ઇ.નાં સેકન્ડ સેમસ્ટરનાં પરીણાંમ જાહેર કરવામાં આવશે.