વડોદરા : એમ એસ યુનિવર્સિટીમાં પ્રાધ્યપકોની ભરતીને લઇને સિન્ડીકેટ તેમજ સેનેટ સભ્યો હવે આંદોલનનો માર્ગ અખત્યાર કરવા તૈયાર થયા છે.યુનિ.સત્તાધિશોએ તા ૨૫ ના રોજ સિન્ડીકેટની બેઠક બોલાવી હોઇ આ બેઠક તોફાની બનવાની પુરેપુરી શકયતા છે.પણ તે પહેલા સત્તાધિશો ધારાસભ્યની રજૂઆત પછી પણ નિયત સમયમાં વિગતો આપી નહી શકતા શુક્રવારના રોજથી સિન્ડીકેટ તેમજ સેનેટ સભ્યો પ્રતિક ધરણાંના મંડાણ કરશે.

એમ એસ યુનિવર્સિટીમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રાધ્પાપકોની ભરતીમાં મોટાપાયે કટકી આચરવામાં આવી હોવાના આક્ષેપ સિન્ડીકટ તેમજ સેનેટ સભ્યો દ્વારા કરવામાં આવ્યા છે.અને આ બાબતે રજીસ્ટ્રારને પુરાવા આપવાની માગ કરી છે.પણ સત્તાધિશો સિન્ડીકેટની બેઠકમાં બહુમતી મળે તો જ વિગતો આપવાની હઠ પકડીનેે બેઠા છે.ત્યારે આ મામલામાં ધારાસભ્ય કેતન ઇનામદારે પણ રજૂઆત કરીને વિગતો આપવા જણાવ્યંું છે.જેમાં આવતીકાલે છ દિવસ થઇ રહ્યા છે.અને સત્તાધિશો વિગતો આપવા માંગતા ન હોઇ સિન્ડીકેટ તેમજ સેનેટ સભ્યોએ આંદોલનકારી નીતિ અખત્યાર કરી છે.અને જેના ભાગરુપે શુક્રવારના રોજથી પ્રતિક ધરણાંના મંડાણ કરશે.તો બીજી તરફ યુનિ.સત્તાધિશોએ તા ૨૫ ના રોજ સિન્ડીકેટની બેઠક બોલાવી છે.આ બેઠકમાં સિન્ડીકેટ તેમજ સેનેટ સભ્યોએ માંગેલી વિગતો આપવી કે નહી સહીત વિવિધ મુદ્‌ા આવરી લેવામાં આવ્યા છે.રજીસ્ટ્રાર ચુડાસમાએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે આ બેઠકમાં અગર બહુમતી સધાશે તો જ વિગતો આપવામાં આવશે નહી તો નહી અપાય. અને ભરતી પ્રક્રિયા યુજીસીની ગાઇડલાઇન મુજબ જ કરવામાં આવી હોઇ કૌભાંડની કોઇ શકયતા જ નથી.