આ ગુજ્જુ બિઝનેશમેન વોરેન બફેટને પછાડી વિશ્વના 7માં ધનિક વ્યક્તિ બન્યા!

મુંબઈ-

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી હવે વિશ્વનાં સાતમા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. સમગ્ર એશિયામાંથી ફક્ત મુકેશ અંબાણીનું નામ વિશ્વનાં ટોપ-10 ધનિકોની યાદીમાં છે. ફોર્બ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ 70 અરબ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ સાથે મુકેશ અંબાણીએ ગૂગલ હેથવેનાં વોરન બફેટ, ગૂગલનાં લેરી પેજ અને સર્જ બ્રિનને પાછળ છોડી દીધા છે.

20 જૂને અંબાણી ફોર્બ્સની યાદીમાં નવમાં ક્રમે હતા. છેલ્લા 20 દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 5.4 અબજ ડોલરનો વધારો થયો છે. જેના કારણે મુકેશ અંબાણી નવમાં ક્રમેથી સાતમાં ક્રમે પહોંચી ગયા છે. આપને જણાવી દઇએ કે, ફોર્બ્સની રીઅલ ટાઇમ અબજોપતિની રેન્કિંગથી રોજિંદા વધઘટ વિશેની માહિતી મળે છે. વિશ્વનાં વિવિધ સ્ટોક બજારો ખોલ્યાનાં પાંચ મિનિટ બાદ આ અપડેટ થાય છે. 

આપને જણાવી દઈએ કે, ફોર્બ્સની રીઅલ-ટાઇમ અબજોપતિ રેન્કિંગ, રોજની જાહેર હોલ્ડિંગ્સમાં થતી વધઘટ વિશે માહિતી મળી છે. વિશ્વનાં જુદા જુદા ભાગોમાં શેર બજાર ખુલ્યા પછી દર 5 મિનિટમાં આ ઇન્ડેક્સ અપડેટ કરવામાં આવે છે. જે વ્યક્તિની સંપત્તિ કોઇ ખાનગી કંપની સાથે સંબંધિત છે તેની સંપત્તિ દિવસમાં એકવાર અપડેટ કરવામાં આવે છે. 

આરઆઈએલ વિશ્વની સૌથી મૂલ્યવાન ઉર્જા કંપનીઓનાં ક્લબમાં પણ જોડાયો હતો અને બજારનાં મૂડીકરણનાં સંદર્ભમાં તેની વ્યૂહાત્મક ભાગીદાર બ્રિટીશ ઓઇલ મેજર બીપી પીએલસીને પાછળ છોડી દીધી હતી. અન્ય કંપનીઓ કે જે આરઆઈએલ માર્કેટ કેપિટલાઇઝેશનની રેસમાં આગળ નીકળી છે તેમાં ટોટલ એસએ, રોયલ ડચ શેલ સામેલ છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution