મુંબઈ: કોરોના એ વધુ એક ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગર નો લીધો ભોગ 
07, ડિસેમ્બર 2020

મુંબઈ-

કોરોના જેવા ખતરનાક વાયરસ થી સંક્રમિત બન્યા બાદ ફિલ્મી કલાકારો, નેતાઓ મોત ને ભેટી રહ્યા છે તેમાં વધુ એક ટીવી સિરિયલ 'યે રિશ્તા ક્યાં કહલાતા હૈ'ની એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું આજે મુંબઈમાં નિધન થયું છે. છેલ્લા 11 દિવસથી તેઓ ન્યૂમોનિયા, કોરોના વાઈરસ અને હાઈપરટેન્શનને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.દિવ્યાને 26 નવેમ્બરે મુંબઈની SRV હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જોકે તબિયત વધારે બગડતાં તેઓ ને મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સેવન હિલ્સમાં લઈ જવાયા હતા પણ તેઓ નું સારવાર દરમ્યાન કરૂણ મોત થયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution