મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડની પૂછપરછ કરી : ચોંકાવનારો ખુલાસો!
20, જુન 2020

મુંબઇઃ સુશાંત સિંહ રાજૂપત આત્મહત્યા પાછળ મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે, અને આ મામલે પોલીસ અત્યાર સુધી 12 લોકોના નિવેદનો નોંધી ચૂકી છે. ગુરવારે મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે લગભગ 10 કલાક પુછપરછ કરી હતી, આ પુછપરછમાં ડિપ્રેશનના કેટલાક કારણો બહાર આવ્યા હતા.

રિયા ચક્રવર્તીએ પોલીસને જણાવ્યુ કે સુશાંત લગભગ એક વર્ષ પહેલા જ્યારે તે રિલેસનશીપમાં ન હતો, ત્યારે તેને યશરાજ ફિલ્મ છોડવા માટે કહેવાયુ હતુ. રિયાએ પોલીસને જણાવ્યુ કે મને સુશાંતે કહ્યું હતુ કે તુ યશરાજ ફિલ્મ છોડી દે, હું પણ છોડી રહ્યો છું, આ વિશે મે તેને પુછ્યુ તો તેને મને કંઇજ ન હતુ કહ્યું. પણ રિયાએ એવુ કંઇ જ ન હતુ કર્યુ. રિયાએ સુશાંત અને તેના સંબંધો વિશે વાત કરી, તેને જણાવ્યુ કે, સુશાંતે યશરાજની ફિલ્મ શુદ્ધ દેસી રોમાન્સથી ફિલ્મ કરી રહ્યો હતો, અને હું યશરાજ ફિલ્મની મેરે ડેડ કી મારુતીની શૂટિંગ કરી રહી હતી. ત્યારે પહેલીવાર અમે બન્ને પાર્ટીમાં મળ્યા હતા. 2019માં સુશાંતે મને પ્રપૉઝ કર્યું. ત્યારબાદ અમારા બન્નેના સંબંધો શરૂ થયા હતા.રિયાએ પોલીસને જણાવ્યુ કે સપ્ટેમ્બર 2019માં દિલ બેચારા ફિલ્મ પુરી થયા બાદ સુશાંતને ડિપ્રેશનમાં હોવાના સંકેત મળ્યા. તકલીફો વધવા લાગી હતી. રિયાએ બાદમાં તેને ડૉક્ટર પાસે લઇ ગઇ, સુશાંત દવાઓ બરાબર ન હતો ખાતો. રિયાએ સાથે રહીને સુશાંતની દેખરેખ રાખી હતી. એકદિવસ સુશાંતે રિયાએ તેને પોતાનીથી દુર જવા માટે કહ્યું અને બાદમાં રિયા સુશાંતના કહેવાથી તેના ઘરેથી ચાલી ગઇ હતી. વળી, સુશાંતના મેનેજર શ્રુતિ મોદીએ કરણ જોહર અને સુશાંતની વચ્ચે થયેલી એક પ્રૉજેક્ટ વિશે એક ખાસ માહિતી મળી. શ્રુતિ અનુસાર સુશાંતે ધર્મા પ્રૉડક્શનની ફિલ્મ ડ્રાઇવમાં કામ કર્યુ હતુ. સુશાંતે તે ફિલ્મના ડબિંગ માટે ડેટ ન હતી આપી. હવે આ મામલે પોલીસ માહિતી મેળવી રહી છે કે આ ફિલ્મને લઇને સુશાંત અને કરણ જોહરની ધર્મા પ્રૉડક્શનમાં કોઇ અણબન થઇ હતી. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution