ભુજ કચ્છના મુન્દ્રા પોર્ટથી ઝડપાયેલા ત્રણ હજાર કિલો હેરોઈન ડ્રગ્સના તાર અમૃતસરમાં એક વર્ષ અગાઉ જપ્ત થયેલા ડ્રગ્સ કાંડ સાથે જાેડાયેલા હોવાની પ્રાથમિક તપાસમાં કડી મળતા હરિયાણા હાઈકોર્ટએ આરોપી શખ્સએ માંગેલી જામીન અરજીને નકારી નાખી હતી. નોંધપાત્ર છે કે અમૃતસરના એક ગોડાઉનમાં જપ્ત થયેલા ૧૯૪ કિલો હેરોઈનના મામલામાં આ શખ્સની ધરપકડ થઈ હતી, જેની હવે મુન્દ્રા પોર્ટથી જપ્ત ત્રણ હજાર કિલો હેરોઈન ડ્રગ્સ મામલે પણ ભુમીકા હોવાની બાબત તપાસમાં બહાર આવી રહી છે. કચ્છના મુદ્રા પોર્ટથી સપ્ટેમ્બર માસમાં ૩ હજાર કિલો હેરોઈન ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો, જેની તપાસ શરૂઆતમાં ડીઆરઆઈએ કરીને દસ જેટલા મુખ્ય ગણાતા આરોપીઓને ઝડપી પાડ્યા બાદ એનઆઈએ પાસે તપાસ ગઈ હતી. ત્યારબાદ મુન્દ્રા પોર્ટથી દેશમાં પગપેસારો કરે તે પહેલાં જ જથ્થો જે સીઝ કરી લેવામાં આવ્યો હતો. તે ક્યાં જવાનો હતો તેની તપાસ આદરવામાં આવતા દિલ્હીના બિઝનેસ મેન કુલદીપનું નામ ખુલવા પામ્યું હતું. જેને ઝડપવા એનઆઈએ સહિતની એજન્સીઓ સક્રિય હોવાના અહેવાલ છે ત્યારે વધુ એક ફણગો ગતરોજ ફુટ્યો જ્યારે ૨૦૨૦ના જુલાઈ માસમાં અમૃતસરના ગોડાઉનમાંથી જપ્ત થયેલા હેરોઈન ડ્રગ્સના જથ્થાના આરોપી અનવર મસીહ સાથે મળતા હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યું છે. જેના પરીણામ સ્વરૂપ અનવરે હરીયાણા કોર્ટમાં નાખેલી જમાનત માટેની અરજીને નામંજુર કરી દેવાઈ હતી. કોર્ટે શંકા વ્યક્ત કરીને પોતાના રાજનૈતિક સંપર્કોના આધારે આરોપી વ્યક્તિ તપાસને પ્રભાવિત કરી શકે તેમ છે. જેથી તેમને જમાનત આપવામાં આવી નહતી.નોંધવું રહ્યું કે ગત વર્ષે ગાંધીધામથી એક મોટો જથ્થો ડ્રગ્સનો ટ્રક મારફતે અમ્રુતસર પહોંચ્યો હોવાનો કેસ પણ્‌ સામે આવ્યો હતો, જેની તપાસ પણ એનઆઈએ કરી રહી છે. અત્યાર સુધી મુન્દ્રા અદાણી પોર્ટના ૩ હજાર કિલો હેરોઈન ડ્રગ્સ મામલે દસ જેટલા વ્યક્તિઓની ધરપકડ થઈ ચૂકી છે. જેમાં આયાતકાર દંપતી સાથે અફઘાન, ઉઝબેક અને ભારતીય મુળના સહિત કુલ ૧૦ જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.