વંથલીના સેંદરડા ગામે વાડીમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલના માતા-પિતાની હત્યા કરી ૭ લાખની લૂંટ
20, જાન્યુઆરી 2022

જૂનાગઢ, માતાપિતાને ઘરમાં એકલા મૂકીને નોકરી કરતા સંતાનો માટે લાલબત્તી સમાન કિસ્સો જૂનાગઢ શહેરમાં બન્યો છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલના માતાપિતાની હત્યા કરાઈ છે. ૭ લાખની લુંટ ચલાવી દંપતીની કરપીણ હત્યા કરાઈ છે. જૂનાગઢના વંથલી તાલુકાના સેંદરડા ગામે વાડી વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સેંદરડા ગામે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ વૃદ્ધ દંપતીની હત્યા કરી હતી. રાજાભાઈ જીલડીયા અને તેના પત્ની જીલુબેન જીલડીયાની ઘોર નિંદ્રામાં હતા ત્યારે અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હત્યા કર હતા.

વૃદ્ધ દંપતી જ્યારે પોતાનાં ખેતરમા અવેલ ઘરમાં સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્શો દ્વારા ગળું દબાવીને માથા ભાગે બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરી હતી. જેના બાદ ઘરમા રહેલ ૩ લાખ રોકડ અને સોનાંના દાગીના સહિત ૭ લાખની લુંટ ચલાવી હતી. ડબલ મર્ડરની ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. ડોગ સ્કોડ અને હ્લજીન્ ની મદદથી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે. વંથલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ડબલ મર્ડર ૩૦૨ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વંથલી તાલુકાના સેંદરડા ગામે રાજાભાઇ દેવદાનભાઇ જીલડિયા (ઉ. ૬૫) અને તેમના પત્ની જાલુબેન (ઉ. ૭૦) ટીનમસ જવાના રસ્તે સીમમાં આવેલી પોતાની જમીનમાં બનાવેલા મકાનમાં રહે છે. તેમની દીકરી કુંવરબેન જૂનાગઢમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ને દીકરો અશ્વિનભાઇ બાજુના ગામમાં ખેતી માટે ગયો હતો. વહેલી સવારે દૂધવાળો દૂધ આપવા આવ્યો ત્યારે તેણે જાેયુ કે રાજાભાઈ અને જાલુબેનનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. આ જાેઈ તેમણે તાત્કાલિક અશ્વિનભાઈ અને કુંવરબેનને જાણ કરી હતી. બંનેએ દોડી આવીને જાેયુ તો માતાપિતાનો મૃતદેહ પડ્યો હતો અને ઘરમાંથી દાગીના તેમજ રોકડા રૂપિયા ગાયબ હતા. ઉલ્લેખનીય છે કે, વાડીઓમાં એકલા રહેતા ખેડુતોમાં પણ લૂંટ અને હત્યાના બનાવથી ડરનો માહોલ છવાઇ ગયો છે. સતત આ પ્રકારે લૂંટના બનાવ વધી રહ્યાં છે. એકલા રહેતા વૃદ્ધ દંપતીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution