અમદાવાદ-

આણંદ જિલ્લાનાં ખંભાત  ખાતે તેનાથી વિપરિત કિસ્સો સામે આવ્યો છે. અહીં 20 વર્ષની મુસ્લિમ યુવતી ફરમીનબાનુ મો. ફરુકાન સૈયદે હિન્દુ યુવક ઉત્કર્ષ પ્રદિપકુમાર પુરાણી સાથે 19મી જૂનના રોજ રાજીખુશીથી લગ્ન કર્યા છે. જે બાદ યુવતીએ આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી તેણેએ તેના પરિવારજનો દ્વારા તેણીને તથા તેના પતિને જાનનું જોખમ હોય પોલીસ રક્ષણ મેળવવાની માંગ કરી છે. હાલ આ બંન્નેનો 30 સેકન્ડનો વીડિયો પણ સ્થાનિક પંથકમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. આણંદ જિલ્લાના ખંભાતમાં મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યાં છે પણ યુવતીના પરિવાર તરફથી દંપતિને જોખમ હોવાથી યુવતીએ પોલીસ રક્ષણ માગ્યું છે. ફરમીનબાનુ નામની યુવતીએ આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી જણાવ્યું છે કે, મેં મારી પોતાની મરજી અને રાજીખુશીથી હિંદુ યુવક સાથે લગ્ન કર્યા છે. મારો પરિવાર આ લગ્નની વિરૂદ્ધ હોવાથી મારા પરિવારજનોથી મને તથા મારા પતિને જાનનું જોખમ હોઈ પોલીસ રક્ષણ આપવા વિનંતી છે.