દિલ્હી-

મુસ્લિમ યુવક જેણે હિન્દુ છોકરી સાથે લગ્ન કર્યા હતા અને ધર્મ પરીવર્તન કર્યુ હતુ જે બાબતે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની દખલ બાદ , તેમને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે ગયા અઠવાડિયે કહ્યું હતું કે 'લવ જેહાદ' વિરુદ્ધ કાયદો ઘડવા રાજ્ય સરકારે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. લગ્ન માટે ભાજપના નેતાઓ 'લવ જેહાદ'નું નામ લે છે.

યમુનાનગરના પોલીસ અધિક્ષક (એસપી) કમલદીપ ગોયલે મંગળવારે જણાવ્યું હતું કે 21 વર્ષીય યુવક અને 19 વર્ષિય યુવતીએ 9 નવેમ્બરના રોજ હિન્દુ રિવાજો સાથે લગ્ન કર્યા હતા. યુવકે પોતાનું નામ ધર્મ સાથે પણ બદલી નાખ્યું હતું. ત્યારબાદ દંપતીએ હાઈકોર્ટમાં રવાના થયા હતા અને કોર્ટને કહ્યું હતું કે છોકરીના પરિવારથી તેમનું જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા જોખમમાં છે. તેમણે એવી દલીલ પણ કરી હતી કે તેમના લગ્નનો વિરોધ કરવો એ બંધારણના આર્ટિકલ 21 હેઠળ મળેલા તેમના અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે.

હાઈકોર્ટના નિર્દેશના પગલે પોલીસે બંનેને સુરક્ષા પૂરી પાડવા માટે તેઓને ઘણા દિવસોથી યમુનાનગરના સુરક્ષા ગૃહમાં મોકલ્યા હતા. એસપીએ જણાવ્યું હતું કે પોલીસે યુવતીના પરિવારને પણ મળ્યા હતા અને તેમને સમજાવવા પ્રયાસ કર્યો હતો કે હવે બંને કાયદેસરના લગ્ન કરી ચૂક્યા છે અને બંનેને તેમની મરજી પ્રમાણે સાથે રહેવાની છૂટ આપવી જોઈએ. તેમણે કહ્યું કે અગાઉ 11 નવેમ્બરના રોજ સુનાવણી દરમિયાન જ્યારે યુવતીના પરિવારના સભ્યોએ તેને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે તેણે તેના પરિવારના સભ્યોને મળવાનો ઇનકાર કર્યો હતો.