મહંમદ પયગંબરના કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલું ઢાલગરવાડ બજાર અને ત્રણ દરવાજા બજાર તેમજ દરિયાપુર વિસ્તાર બંધ રાખવામાં આવ્યું.બાદમાં સ્થાનિકોએ નૂપૂર શર્માની ધરપકડની માંગ કરતા બેનર લઈને રેલી કાઢી હતી.સવારે દસ વાગ્યાની આસપાસ રાબેતા મુજબ બજાર શરૂ થયું હતું. બીજીબાજુ પાથરણા બજારને ૧૨ વાગ્યા બાદ કેટલાક લોકોએ આવીને બંધ કરાવી દીધું હતું. પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ક્યાંય કોઇ અનિચ્છનીય ઘટના કે તોફાની તત્વો કાંકરીચાળો ન કરે તેના પગલે પેટ્રોલિંગ પણ કયંર્ી હતું. મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના પગલે વિરોધ કરવા ગુરુવારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં બંધના મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા. જેના પગલે લાલ દરવાજા, કારંજ, પટવાશેરી સહિતના આસપાસના વિસ્તારોના સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને સ્થાનિક પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિ તથા ભાઈચારાની એકતા જળવાઈ રહે તે માટે બંધ ન રાખવા સમજાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા બંધ ન રાખવા સંમતિ દર્શાવી હતી.