મારું નામ સુનિતા ઝવેરી છે દંડ નહીં ભરું, તારા પટ્ટા ઉતરાવી દઇશ
22, જાન્યુઆરી 2021

અમદાવાદ-

માસ્ક ના પહેરવા બદલ દંડ ફટકારતી વખતે પોલીસ સાથેના ઘર્ષણના અનેક બનાવ તાજેતરમાં સામે આવ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં જાેવા મળ્યો છે.

એચ ડિવિજન ટ્રાફિક પોલીસ રખીયાલ કલન્દરી મસ્જિદ પાસે ફરજ પર હતો તે દરમિયાન અજીત મીલ ચાર રસ્તા તરફથી એક કાર ચાલક આવ્યો હતો. કારચાલકની બાજુમાં બેસેલી મહિલાને માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે તેને અટકાવીને માસ્ક ન પહેરવા બદલ રૂપિયા એક હજારના દંડ ભરવા માટે જાણ કરી હતી. જાે કે મહિલાએ કહ્યું હતું કે મારું નામ સુનિતા ઝવેરી છે, જે પણ ફરિયાદ મારા વિરુદ્ધ કરવી હોય તે કરી લેજાે પછી હું તારા વિરુદ્ધમાં કેવી લૂંટની ફરિયાદ દાખલ કરાવું છું. દંડ નહિ ભરું, જે થાય તે તોડી લો. જેથી પોલીસ કર્મચારીએ વિધિવત દંડની પહોંચ બનાવીને રકમ ભરપાઈ કરવા માટે આગ્રહ કરતા જ મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી. મહિલાએ પોલીસ જવાનનો કાંઠલો પકડી લીધો હતો અને કહેવા લાગી ચાલ તારી સાથે પોલીસ સ્ટેશન આવું તું શું કરી લઈશ. જેથી પોલીસ કર્મચારી મહિલા અને તેની સાથેના વ્યક્તિને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જાેકે પોલીસ સ્ટેશન પહોંચ્યા તેઓએ દોડાદોડી કરીને ભાગવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસે તેઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

જ્યારે મહિલાની સાથે આવેલા અન્ય એક વ્યક્તિએ વિડિયો રેકોર્ડિંગ કરવાનું પણ શરૂ કર્યું હતું. જેથી પોલીસે તેને અટકાવતા મહિલાએ પોલીસ નો કોલર પકડી તેને ધક્કો મારીને પાડી દેવાની કોશિશ કરી હતી. અને વિડિયો ઉતારનાર શખ્સે પોલીસ ને ધમકી આપી હતી કે મારું નામ રોહિત જયેન્દ્ર ઝવેરી છે. હું નવાવાડજ રહું છું તું મને ઓળખતો નથી તારા પટ્ટા ઉતરાવી દઈશ. તેમ કહીને પોતાની પહેરેલી ટી-શર્ટ કાઢીને પોલીસ સ્ટેશનમાં ફરવા લાગ્યો હતો અને મન ફાવે તેમ ગાળો બોલતો હતો. પોલીસ એ તેને સમજાવતા કહ્યું હતું કે જમાદાર ક્યાંય ખોવાઈ જશો, હજી પણ કહું છું એમને જવા દો નહિ તો કાલે તમારો પત્તો નહી લાગે. એમ કહીને ધમકી આપી હતી. આમ પોલીસને ધમકી આપીને સરકારી કામમાં રૂકાવટ કરતા પોલીસ એ બંનેની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution