30, સપ્ટેમ્બર 2020
નડિયાદ : નડિયાદ તાલુકાના આઇસીડીએસ વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. નડિયાદ તાલુકાના સલુણ મુકામે આંગણવાડી બહેનોએ આંગણવાડીના અધિકારી સીડીપીઓ એન.વી.બક્ષી બહેન તથા સુપરવાઇઝર આર.આર.રાઠવાના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કાર્યકર તથા હેલ્પર બહેન દ્વારા શાકભાજી-કઠોળ તથા વિવિધ રંગોના વિષયોને લગતાં જૂદાં જૂદાં સૂત્રો દર્શાવતાં તોરણો બનાવી ગામની બહેનો માતાઓ તથા કિશોરીઓ અને બાળકોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે આંગણવાડીના લાભાર્થીઓએ પોષણક્ષમ અને તંદુરસ્તક બનાવવાના શપથ લેવડાવ્યાં હતાં.