નર્મદા-

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ થશે. નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી શુભારંભ કરવામાં આવશે. પાણી પુરવઠાની રૂ. 152 કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત કરાશે. મુખ્યમંત્રી સાથે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સૌરભ પટેલ, પ્રદિપસિંહ જાડેજા, કુંવરજી બાવળીયા, બચુ ખાબડ હાજર રહેશે. નર્મદા જિલ્લાના 39 ગામોને સિંચાઇ માટે દિવસે વીજળી મળશે. રાજ્યભરના 2702 ગામના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા ચરણમાં સમાવાશે. આ યોજના બાદ ઉત્તર ગુજરાતના ૬૦૦ ગામોમાં ગુણવત્તાયુક્ત વીજપુરવઠો મળી રહેશે. જયારે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં તબક્કાવાર આ યોજના લાગુ કરવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને દિવસે વીજળી આપી શકાય.

સીએમ રુપાણીએ કિસાન સૂર્યોદય યોજનાનો બીજા તબક્કાનો પ્રારંભ કરાવતા સંબોધન કર્યું. સંબોધનમાં વિજય રુપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં. સીએમ રુપાણીએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં નર્મદાની સ્થિતિ રમણ-ભમણ હતી. કોંગ્રેસે લોકોના પ્રશ્નો જાણ્યા જ નથી. કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને વીજળી મળી નથી. નર્મદા જિલ્લામાં સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા સીએમ રુપાણીએ કહ્યું કે મોદી સરકારના રાજમાં હવે વિકાસ થયો છે. રાજ્યમાં હવે 24 કલાક વીજળી ખેડૂતોને મળી રહી છે. કોંગ્રેસને ખેડૂતો વિષે બોલવાનો હક નથી.