રાજપીપળા, નર્મદા જિલ્લા પંચાયત, ૫ તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાની ૨૮ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી.૨ જી ફેબ્રુઆરીએ ર સંકુલમાં આનંદ ભવન ખાતે, ગરૂડેશ્વર તાલુકા માટે ગરૂડેશ્વર તાલુકા સેવા સદન-મામલતદાર કચેરી ખાતે, તિલકવાડા તાલુકા માટે તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે, દેડિયાપાડા તાલુકા કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ હતી.નર્મદા જિલ્લામાં ભાજપનો ભગવો લેહેરાયો છે અને કોંગ્રેસનો સફાયો થયો છે.નર્મદા જિલ્લા પંચાયત સહિત નાંદોદ, ગરુડેશ્વર, તિલકવાડા, ડેડીયાપાડા, સાગબારા તાલુકા પંચાયત સહીત રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ભગવો લેહેરાયો હતો.નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો માંથી ભાજપે ૧૯, કોંગ્રેસે ૨ અને બિટીપીએ ૧ બેઠક મેળવી છે.તો બીજી બાજુ નાંદોદ તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માંથી ભાજપે ૧૩, કોંગ્રેસે ૨ અને અપક્ષે ૧ તથા ગરુડેશ્વર તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માંથી ભાજપે ૧૧ અને કોંગ્રેસે ૭ બેઠકો તથા તિલકવાડા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માંથી ભાજપે ૧૦ કોંગ્રેસે ૫ અને અપક્ષે ૧ તથા ડેડીયાપાડા તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માંથી ભાજપે ૧૬, કોંગ્રેસે ૪ અને બિટીપીએ ૨ તથા સાગબારા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માંથી ભાજપે ૧૨, કોંગ્રેસે ૩, બિટીપીએ ૨ અને અપક્ષે ૧ બેઠક મેળવી છે.રાજપીપળા પાલિકાની ૨૮ બેઠક માંથી ભાજપે ૧૬, કોંગ્રેસે ૬ અને અપક્ષે ૬ બેઠકો મેળવી છે.