29, જુલાઈ 2023
શિનોર, તા.૨૯
શિનોર પંથકમાં વરસાદે રમઝટ જમાવી છે. છેલા બે દિવસથી રાત્રિ થતાંજ વરસાદ ની પાવરફુલ એન્ટ્રી થાય છે.બે દિવસમાં ૫ ઇચ વરસાદ નોંધાયો છે. મીઢોળ ગામ પાસે રાજ્યધોરી માર્ગ પર બે ફૂટ પાણી વહેતું થતા વાહન ચાલકો મુઝવણ માં મુકાય ગયા છે. એમ.જી.વી.સી.એલ ની કચેરી પાસે મહાકાય વડ તૂટી પડતા સદનસીબે કોઈ જાણ હાની થઈ નથી.શિનોર પંથક માં બે દિવસથી વરસાદ ની ધમાકેદાર બેટિંગ ચાલુ થઈ છે. બે દિવસથી વરસાદ ની ધમાકેદાર બેટિંગ ના કારણે મુખ્ય માર્ગો પર વૃક્ષ ધરાશાયી થયા હતા. કેટલાય માર્ગો પર પાણી વહેતા થયા છે. આજે પણ રાજ્યધોરી માર્ગ શિનોર - સાધલી માર્ગ ની વચ્ચે આવેલ મીઠોળ ના માર્ગ પર બે ફૂટ પાણી વહે છે. નાના ટુ વ્હીલર, રિક્ષા ચાલકો અને નાના ફોર વ્હીલ વાહનો વાળા જાેખમ ખેડી ને માર્ગ પરથી પસાર થવાનો વારો આવ્યો છે. આ માર્ગ પર ભૂખી નદીનું પાણી પસાર થતું હોય હાલ ભૂખી નદી બે કાંઠે વહેતી હોય તેના પાણી આ માર્ગ પર આવી જાય છે. વર્ષોથી આ સમસ્યા ઊભી થાય છે. એમ.જી.વી.સી.એલ કચેરી ની બહાર આવેલ ઘટાદાર વડલા ની છાયા માં કચેરી ના કામઅર્થે આવેલ અરજદારો બેસતા હતા તે વડલો મૂળ માંથી ધરાશાય થયો હતો. જાે કે રાત્રે આ વડલો પડતાં કોઈ નુકશાન કે જાણહાની થઈ નથી. બ્લોક ઃ છેલા કેટલાય દિવસથી રોજે રોજ વરસાદ અને છેલ્લા બે દિવસ માં ભારે વરસાદ પડતાં ખેતરો માં પાણી ભરાઈ જતાં ખેડૂતો ના પાક ને નુકશાન જવાની ભિતી છે. શિનોર નર્મદા કાઠે આવેલ છે હાલ નર્મદા નદી માં પાણી ની આવક વધતાં નર્મદા નદી બંને કાઠે વહેતા ખીલી ઉઠી છે. તેનો નજારો જાેવા લોકો ઉમટી પડ્યા છે. પણ તંત્ર દ્વારા કિનારા ના ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.