મુંબઈ-

સુશાંત સિંહ રાજપૂત ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ બે ડ્રગ પેડલરોની ધરપકડ કરી છે. તેમાંથી એકનું નામ હરીશ ખાન કહેવામાં આવી રહ્યું છે. ધરપકડ સમયે હરીશ ખાન પાસેથી મોટી માત્રામાં એમડીએમએ ડ્રગ્સ મળી આવ્યું છે. એનસીબી આ મામલે સતત કાર્યવાહી કરી રહી છે અને આગામી કેટલાક દિવસોમાં કેટલીક વધુ મહત્વપૂર્ણ ધરપકડ પણ થઈ શકે છે.

અગાઉ સિદ્ધાર્થ પિઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. પિઠાની સુશાંતસિંહ રાજપૂતનો મિત્ર હતો અને તેની સાથે મુંબઇના પરા બાંદ્રામાં દિવંગત એક્ટરના ઘરે રહેતો હતો. અધિકારીએ કહ્યું હતું કે ડ્રગ કેસમાં પિઠાનીની કથિત ભૂમિકા એક્ટરના મૃત્યુ બાદ ઉભરી આવી હતી, જે એનસીબી તપાસ દરમિયાન પ્રકાશમાં આવી હતી અને તેથી જ તેની ધરપકડ કરવામાં આવી હતી. 14 જૂને સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ છે. સુશાંતના ચાહકોને આશા છે કે એનસીબીની કાર્યવાહીમાં ઝડપથી કેટલાક નવા ઘટસ્ફોટ થાય અને સુશાંત સિંહના મોત પાછળનું વાસ્તવિક કારણ જાણી શકાય.