જૂનાગઢ-

પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ રેશમા પટેલ આજે સોમવારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલાં જ જૂનાગઢ પોલીસે તેમની અટકાયત કરી હતી. રેશમા પટેલ કોવિડ મહામારીને લઈને દર્દીઓને પડી રહેલી હાલાકીના વિરોધમાં આજ સોમવારથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા કોરોના વોર્ડની સામે આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. આજે સોમવારે નિર્ધારીત સમયે સિવિલ હોસ્પિટલમાં પ્રદેશ NCP મહિલા પ્રમુખ રેશમા પટેલ ઉપવાસ આંદોલનની શરૂઆત કરે તે પહેલા જ જૂનાગઢ પોલીસે તેની અટકાયત કરી હતી. પ્રદેશ NCP મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલ આજે સોમવારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોવિડ મહામારીને લઈને દર્દીઓને પડી રહેલી હાડમારીના સંદર્ભમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવાના હતા ત્યારે આજે સોમવારની સવારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રેશમા પટેલ ઉપવાસ આંદોલન પર બેસે તે પહેલાં પોલીસે તેની અટકાયત કરી હતી