દિલ્હી-

પ્રજાસત્તાક દિનના કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળના ભાજપના વડા દિલીપ ઘોષે મંગળવારે બીરભૂમ જિલ્લામાં પાર્ટી ઓફિસમાં આકસ્મિક રીતે ઉંધો ત્રિરંગો ફરકાવ્યો હતો. રામપુરહાટ ઓફિસ પર પાર્ટીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો તે પછી તરત જ ઘોષને સમજાયું કે ત્રિરંગો ઉંધો હતો અને પાછળથી તેને યોગ્ય રીતે લહેરાવીને તેની ભૂલ સુધારી.

જો કે, તૃણમૂલ કોંગ્રેસે ભગવો પક્ષની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે જે લોકો રાષ્ટ્રધ્વજને યોગ્ય રીતે લહેરાવી શકતા નથી તેઓ દેશ કે કોઈપણ રાજ્ય ચલાવવા માટે અયોગ્ય છે. ઘોષે પત્રકારોને કહ્યું, "તે શરમજનક ક્ષણ હતી અને ભૂલથી તે અજાણતાં બન્યું. કોઈએ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો ઈરાદો નહોતો કર્યો. જોકે, મેં પક્ષના સભ્યોને ભવિષ્યમાં સાવચેત રહેવાનું કહ્યું છે." આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં જિલ્લા તૃણમૂલના પ્રમુખ અનુબ્રત મંડળે કહ્યું હતું કે જે લોકો રાષ્ટ્રધ્વજને યોગ્ય રીતે લહેરાવી શકતા નથી તેઓ દેશ કે કોઈ રાજ્ય ચલાવવા માટે યોગ્ય નથી.