રાજકોટ, ગુજરાતમાં સતત નવા નવા વિધાનોથી રાજકીય ચર્ચા સર્જી રહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે તેમના અગાઉના ગુજરાતની ચૂંટણીમાં ૧૦૦ નવા ચહેરા હશે તેવી કરેલી જાહેરાતથી ભાજપમાં ચર્ચા શરૂ થઇ હતી.મોટાભાગના ધારાસભ્યો કપાશે તેવી પણ શકયતા પાટીલના વિધાનોથી શરૂ થઇ હતી. તેના કારણે મંત્રી મંડળની જેમ નો રીટીટ થીયરી આવી શકે છે તે વચ્ચે જ પ્રદેશ પ્રમુખે એક કાર્યક્રમમાં આ વિધાનોમાં સુધારો કરતા જણાવ્યું કે મે કદી સીટીંગ ધારાસભ્યોને બદલાવવાની વાત કરી નથી અમે જે બેઠક હાર્યા છીએ તે બેઠકો પર નવા ચહેરા આવશે.આમ વર્તમાન ધારાસભ્યોમાં તમામ કપાશે તેવી શકયતા નકારી છે. ભાજપે ૨૦૧૭માં ૯૯ બેઠક જીતી હતી.પક્ષપલ્ટાથી ૧૧૩ બેઠક પર પહોંચ્યો છે. મુખ્ય ચૂંટણીમાં ૮૩ બેઠક હાર્યો હતો.આ હારેલા ઉમેદવારોના નવા ચહેરા હશે તેવું પાટીલે સ્પષ્ટ કર્યુ હશે.