દિલ્હી-

કોરોના મહામારીમાં કોરોના ટેસ્ટિંગ કરવાનું હોય ત્યારે ગળા અને મોંઢા દ્વારા થાય છે. જેમાં લોકોને ખાસી જેવી અનેક તકલીફ પડતી હોય છે. ત્યારે આગામી સમયમાં નાક કે ગાળામાં સ્ટીક નહીં પણ મોઢાના થુંક દ્વારા ટેસ્ટિંગ થાય તો નવાઈ નહિ.

કોરોના સમયમાં ટેસ્ટિંગ કરાવતા લોકો ડરતા હોય છે અને તેનું કારણ ગળા કે મોઢામાં સ્ટીક નાખીને ટેસ્ટિંગની રીત લોકોને ભારે પડે છે. ત્યારે આનાથી છુટકારો મેળવવા માટે અમદાવાદની ડેન્ટલ કોલેજના ડિને નવું સંશોધન કર્યું છે. જે અંતર્ગત હવે કોરોના ટેસ્ટિંગ ગળા કે મોઢામાં સ્ટીક નહીં પરંતુ વ્યક્તિના થુંકના સેમ્પલ દ્વારા ટેસ્ટિંગ થઈ શકશે. અમદાવાદની ડેન્ટલ કોલેજના ડિન અને તેમની ટીમે આ રિસર્ચ કરવા માટે અલગ અલગ ૩૦૯ જેટલા લોકોના થુંકના નમૂના લીધા હતા અને ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કર્યા હતા. અને તેનું રિઝલ્ટ ૮૮ ટકા જેટલું જ સાચું સાબિત થયું હતું. રિસર્ચનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો છે. સાથે જ એક અઠવાડિયાની અંદર  સોંપવામાં આવશે.