મહીસાગર જિલ્લામાં નવનિયુક્ત કલેક્ટર અર્પિત સાગરે ચાર્જ સંભાળ્યો
16, એપ્રીલ 2025 વીરપુર   |  


મહીસાગર જિલ્લા કલેક્ટર તરીકે નવનિયુક્ત અર્પિત સાગરે આજરોજ પદભાર સંભાળ્યો છે. જિલ્લા કલેક્ટર તરીકેનો પદભાર સંભાળનાર અર્પિત સાગર મૂળ ઉત્તર પ્રદેશ બરેલીના વતની છે તેઓએ એન આઈ ટી અલાહાબાદથી બીટેક ઇલેક્ટ્રોનિકસનો અભ્યાસ કર્યો છે.તેઓ વર્ષ ૨૦૧૫માં આઇ.એ.એસ. તરીકે પસંદગી પામ્યા હતા.આ અગાઉ તેઓ વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી વલસાડ અને નવસારીના હોદ્દા પર જવાબદારી સંભાળી ચુકયા છે.

     મહીસાગર જિલ્લા કલેક્ટર તરીકેનો પદભાર સંભાળતા અર્પિત સાગરે જણાવ્યું હતું કે મહિસાગર જિલ્લો કુદરતી સૌંદર્ય ધરાવે છે જિલ્લામાં ટુરીઝમના વિકાસને વેગ મળે તેમજ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય અને સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચે તેવા મારા પ્રયાસો રહેશે. હું જિલ્લા વાસીઓને આથી અપીલ કરુ છુ કે, તેઓને લગતા વહીવટી પ્રશ્નો બાબતે મારો સીધો સંપર્ક કરી શકે છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution