રાજપૂત સમાજ માટે પંચાયતની બેઠક અનામત ન રખાતાં કદવાલના રાજપૂતોમાં ભારે આક્રોશ
14, સપ્ટેમ્બર 2020

છોટાઉદેપુર : જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે જને લઈને જાતિ પ્રમાણે બેઠકોનું જાહેરનામુ ફાળવી દેવામાં આવ્યું છે ત્યારે કદવાલ જિલ્લા પંચાયત બેઠક બક્ષી અને તાલુકા પંચાયતો જેમકે મુવાડા, કદવાલ, કંડા, જામ્બા આ ચારેય બેઠકો ઉપર રાજપૂત સમાજ માટે એકપણ બેઠક ફાળવવામાં આવી નથી છે. 

કદવાલ જિલ્લા પંચાયત બેઠકના વિસ્તારમાં આવતા કદવાલ,નાની ખાંડી, પાની, વડોથ ,ખટાશ ,જામ્બા ,સેલવા ,મુવાડા ,ગઢ, ભીખાપુરા ,કંડા ગામમાં રાજપૂત સમાજના ૧૧ જેટલા ગામો આવેલા છે દરેક ગામોમાં રાજપૂત સમાજના લોકો રહે છે. પરંતુ આઝાદીના ૭૪ વર્ષ થવા છતાં હજુ એકપણ વાર અહીં વસતા રાજપૂત સમાજને ચૂંટણીમાં બેઠક ફાળવવામાં આવી નથી.છોટાઉદેપુર સ્ટેટ મહારાજા જયપ્રતાપસિંહજી , દેવગઢ બારીયા સ્ટેટ મહારાઉલ તુષારસિંહજી તેમજ કદવાલ સ્ટેટના રાજવી ભરતસિંહજી તેમજ કુંવર જયપ્રતાપસિંહજી સાથે બેઠક કરાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution