ગાંધીનગર-

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ત્યારે હવે ચૂંટણીઓની સાથે રાજ્યમાં આચાર સંહિતાનો પણ અમલ શરૂ થઇ ગયો છે. આ દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સોમવારે ઉમેદવારીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જે ઉમેદવારી કરનારા વ્યક્તિના ઘરમાં શૌચાલય નહીં હોય તો તે ઉમેદવારી કરી શકશે નહીં.રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરી છે. જેમાં બેથી વધુ બાળકો ધરાવતી વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકશે નહીં. તેમને સભ્ય થવા માટે ગેરલાયક થશે, તેવી જોગવાઈ કરવામાં આવી છે.

બીજી મહત્વની જાહેરાત કરતા રાજ્ય ચૂંટણી આયોગે પરિપત્ર બહાર પાડ્યો છે કે, સામાન્ય રહેઠાણના સ્થળે ફ્લશ જાજરૂ એટલે કે, શૌચાલય ન હોય તો તેવી વ્યક્તિ સભ્ય થવા માટે ગેરલાયક થશે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શૌચાલય ન ધરાવતી વ્યક્તિઓને પણ કોઈ પ્રકારની ઉમેદવારી કરી શકશે નહીં.આ ઉપરાંત રાજ્યમાં અત્યારે આચાર સંહિતાનો અમલ થઈ રહ્યો છે. ત્યારે તમામ સરકારી વેબસાઇટ પર થતી તમામ પ્રધાનોના ફોટા, લખાણ અને સાહિત્ય દૂર કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચાર સંહિતા લાગુ થતું હોવાના કારણે ચૂંટણી આયોગ દ્વારા ખાસ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે આચાર સંહિતા ભંગ થતા હોય તેવા લખાણો અને સાહિત્ય દૂર કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે મહત્વની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.