મહાદેવના મંદિરોના ગર્ભ ગૃહમાં નો એન્ટ્રી
25, ફેબ્રુઆરી 2022

અમદાવાદ, શિવરાત્રિના મેળાને લઈને અમદાવાદનાં વિવિધ મંદિરોમાં આયોજન કરવાં આવ્યું છે. ૨ વર્ષ બાદ કોરોના મહામારી ઓછી થતાં સરકારે પણ છૂટછાટ આપી છે જેથી મંદિરો દ્વારા ભક્તો માટે અને દર્શન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના અંકુર વિસ્તારમાં આવેલા કામેશ્વર મહાદેવ અને ચકૂડિયા મહાદેવ મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં સેવકો અને પૂજારી દ્વારા જ ભગવાન ને અભિષેક અને પ્રસાદી બિલી ચડાવાશે. આ વર્ષે ભકતોની વિશેષ ભીડ મંદિરોમાં રહેશે જેને લઈને મંદિરો દ્વારા સેવકો વધારવામાં આવ્યા છે તો સ્થાનીક પોલીસ સ્ટેશનમાં થી પણ પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો છે. આ વખતે પણ કોરોના ગાઈડલાઇન ને ધ્યાનમાં રાખી ને ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

મહાદેવના મંદિરોના ગર્ભ ગૃહમાં ‘નો એન્ટ્રી’

શિવરાત્રીના મેળા માટે ૩૫૦ એક્સ્ટ્રા બસો દોડશે

શિવરાત્રીના દિવસે જુનાગઢ માં ૨ વર્ષ બાદ મેળો યોજાવાનો છે ત્યારે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા સંચાલન માટે આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં મોટા પ્રમાણમાં લોકો દર્શન કરવા માટે પહોચશે ત્યારે એસટી નિગમ દ્વારા ૩૫૦ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે જેમાં ૫૦ મિનિ બસો અને ૩૦૦ નાની બસો દોડશે જેમાં સૌરસ્ત્ર માટે વિશેષ સંચાલન કરવામાં આવ્યું છે. શિવરાત્રિના મેળો આ ૨ વર્ષે યોજાવા જય રહ્યો છે જેને લઈને બસો નું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું છે આ વર્ષે મુસાફરો વધુ ભવનાથ આવશે જેને લઈને એસ ટી નિગમ દ્વારા મુસાફરોને અગવડતા ના પડે તે માટે થઈ ને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઠ સુધી પહોચવા માટે વિશેષ ૩૦૦ બસો મૂકવામાં આવી છે તો ભવનાથ તળેટી સુધી જવા માટે ૫૦ મિનિ બસો દોડશે. તો જુનાગઢ બસ સ્ટેન્ડ થી ભાવનાથ તળેટી પહોચવા માટે પણ ૫૦ મીની બસ મુકવામાં આવી છે.એસટી નિગમને વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં લોકો આ સેવાનો લાભ લેશે ૨ વર્ષ પહેલા જયારે ભવનાથ માં મેળો યોજાયો હતો તેમાં કુલ ૯૩૦૭ ટ્રીપ દોડાવવામાં આવી હતી અને ૧.૭૮ લાખ મુસાફરોએ તેનો લાભ લીધો હતો જેમાં થી તેમણે ૯૮ લાખ જેટલી આવક થઈ હતી. આ વિષે વાત કરતાં એસ તી નિગમના કે ડી દેસાઇ એ જણાવાયું હતું કે આ વર્ષે સરકાર દ્વારા મેળા ને મંજૂરી આપવામાં આવી છે જેને જેથી કરીને ૫ હજાર ટ્રીપ નું આયોજન કરવામાં આવ્યું છે અને ૩૫૦ બસો પણ મૂકવામાં આવી છે જાે અમદાવાદથી મુસાફરો થસે તો અહી થી પણ બસો ની વ્યવસ્થા કરવામાં આવશે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution