11, ડિસેમ્બર 2020
મુંબઇ
ફિલ્મી હસ્તીઓ, ક્રિકેટરો અને ખ્યાતનામ હસ્તીઓનાં નામ કોઇ નાના ગામના મતદારોની યાદીમાં હોવાની વાતો આપણે જાણીએ જ છીએ. મતદાર યાદીમાં ખોટા નામ અને ફોટો સાથે વોટર્સ કાર્ડ મિસપ્રિન્ટ થયાની વાતો પણ જાહેર થાય જ છે.

હવે એક નવી બાબત સામે આવી છે જેમાં બિહારના મુઝફ્ફરનગરના 20 વર્ષના એક યુવકે તેના બીએના બીજા વર્ષની એકઝામના એડમીટ કાર્ડમાં માતા-પિતાના સ્થાને ઇમરાન હાશમી અને સની લીઓનીનાં નામ લખાયા છે. ભીમરાવ આંબેડકર બિહાર યુનિવર્સિટીના શિક્ષકો અને સ્ટાફના ઘ્યાન પર આ વાત આવતાં તેઓ આશ્ર્ચર્યમાં પડી ગયા હતા.

કુંદન કુમાર નામનો આ સ્ટુડન્ટ સુચિત યુનિવર્સિટી સાથે સંલગ્ન ધનરજ માહતો ડ્રિગી કોલેજનો સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટે તેના એડમીટ કાર્ડમાં માતા-પિતા તરીકે ખ્યાતનામ એકટરનું નામ લખવા ઉપરાંત એડ્રેસમાં જે તે વિસ્તારના કુખ્યાત રેડ લાઇટ એરીયા ચતુર્ભુજ સ્થાનનું સરનામું આપવામાં આવ્યું છે.યુનિવર્સિટીના રજીસ્ટ્રારે આ સંદર્ભે તપાસના આદેશ આપ્યા છે. આ ભૂલ માટે ચોક્કસપણે સ્ટુડન્ટ પોતે જ જવાબદાર હોઇ શકે, પરંતુ તપાસનો અહેવાલો આવ્યા બાદ તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.