કોઇએ ડરવાની જરૂર નથી, જરૂર પડ્યે ઈન્કમટેક્સ તથા ઇડીની મદદ લઇશું :આઈજી
17, જાન્યુઆરી 2023

જામનગર,તા.૧૭

જામનગરમાં રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ ના ખુલ્લા લોક દરબારમાં ફરિયાદોનો ધોધ વરસ્યો તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાશે અને જરૂર પડશે તો ઇન્કમટેક્સ તથા ઇડીની પણ મદદ લેવામાં આવશે તેવું આઈજી અશોકકુમાર યાદવ આવે લોક દરબારમાં જાહેરમાં જણાવ્યું હતું.

જામનગરમાં વ્યાજખોરોની જંગલમાંથી બચવા માટે જાહેર લોકદરબાર યોજાયો જ્યારે જામનગરની જનતાને વ્યાજખોરોના દૂષણમાં ફસાયેલા લોકો માટેની જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા આયોજિત જિલ્લા પોલીસ મહાન નિરીક્ષક અશોકકુમાર યાદવના અધ્યક્ષ સ્થાને દરબારગઢ સર્કલ ખાતે વ્યાજખોરોના જંગલમાંથી બચાવવા માટે ભવ્ય લોક દરબાર યોજાયો જેમાં અરજદારોએ પોતાની પડતી મુશ્કેલીઓ રજૂ કરીઅને જામનગર પોલીસ અને આઇજી દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવા સ્ટેજ પરથી આદેશ કર્યો હતો.

હું વ્યાજખોરોના જંગલમાં ફસાયેલો છું મારી ઉપર ખૂબ વીતી છે હું હરજી લઈને આવ્યો છું રૂબરૂ તમે વાંચી લ્યો જેમાં તમામે તમામ વિગત છે હું અત્યારે મોરબી રહું છું ત્યાં કારખાનામાં કામ કરું છું મારો પરિવાર બે બાળકો છે મારા બાળકને ૧૮ વર્ષનો બાળક આપની સમક્ષ બેઠો છે તેનું નામ દેવ છે તેને બે વખત બ્લડ કેન્સર થયું છે મારી પાસે ફાઈલ પણ મોજૂદ છે તમારે જાે ફાઈલ જાેવી હોય તો હું ફાઈલ પણ આપીશ. જ્યારે અરજદારે કહ્યું હતું કે મારું રેસીડન્ટ જામજાેધપુર છે પણ હું રાતોરાત હિજરત કરીને ભાગેલો છું. જ્યારે મેં પાંચ લોકોના નામ અરજીમાં લખેલા છે રકમ તો ઘણી બધી છે મેં મારા ધંધા માટે લીધી હતી અને કોરોના આઇવો અને મારા બાળકને બ્લડ કેન્સર થઈ ગયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution